• બુધવાર, 29 મે, 2024

કે એમ દીક્ષાએ 1500 મીટર દોડમાં બનાવ્યો નેશનલ રેકોર્ડ

મેન્સ 5000 મીટરમાં અવિનાશ સાબલે બીજા ક્રમાંકે

 

નવી દિલ્હી, તા. 12 : મધ્યપ્રદેશની ટ્રેક એથલિટ કે એમ દીક્ષાએ લોસ એન્જલિસમાં સાઉન્ડ રનિંગ ટ્રેક ફેસ્ટિવલમાં મહિલાઓની 15,000 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો છે. 25 વર્ષીય દીક્ષાએ વિશ્વ એથલેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર કાંસ્ય સ્પર્ધામાં 4.4.78નો સમય લઈને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ પ્રક્રિયામાં તેણે વારંગલમાં 2021માં રાષ્ટ્રીય ઓપન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં હરમિલન બેંસ દ્વારા નિર્ધારિત 4.05.39નો રેકોર્ડ સુધાર્યો છે. એથલેટિક્સ ફેડરેશન ઇન્ડિયા અનુસાર દીક્ષાનો રાષ્ટ્રીય રેકોર્ડ ખરાઈ હેઠળ છે. બીજી તરફ મેન્સ 5000 મીટર રેસમાં અવિનાશ સાબલે બીજા ક્રમાંકે રહ્યો હતો.

દીક્ષાનો ગત રેકોર્ડ 4.06.07 હતો. જે 2023માં ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રાષ્ટ્રીય આંતર રાજ્ય એથલેટિક્સ ચેમ્પિયનશિપના ફાઇનલમાં મેળવ્યો હતો. જ્યાં બેંસને હરાવીને સ્વર્ણ પદક જીત્યો હતો. અમરોહા, ઉત્તર પ્રદેશની રહેવાસી દીક્ષાએ પાંચ વર્ષથી કોચ એસ કે પ્રસાદનાં માર્ગદર્શનમાં એમપી એથલેટિક્સ એકેડમીનો હિસ્સો છે. આઉપરાંત પારૂલ પોતાના રાષ્ટ્રીય રેકોર્ડને સુધારવાથી અમુક સેકન્ડ દૂર રહી હતી જ્યારે અંકિતા 15.28.88ના સમય સાથે 10મા ક્રમાંકે રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક