• બુધવાર, 15 મે, 2024

બાંગલાદેશ સામેના પહેલા T-20 મેચમાં ભારતીય મહિલા ટીમની જીત

સિલેટ તા.28: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગલાદેશ પ્રવાસનો પ્રારંભ વિજય સાથે કર્યોં છે. આજે રમાયેલા પહેલા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય મહિલા ટીમનો હોમ ટીમ બાંગલાદેશ સામે 44 રને સરળ વિજય થયો હતો અને પ મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ હતી. ભારત તરફથી પ્લેયર ઓફ ધ મેચ રેણુકા સિંહે 18 રનમાં 3 વિકેટ લીધી હતી. ભારતના 7 વિકેટે 14પ રનના જવાબમાં બાંગલાદેશની મહિલા ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 101 રન કરી શકી હતી. જેમાં કપ્તાન નિગાર સુલતાનાના પ1 રન મુખ્ય હતા. ભારત તરફથી રેણુકાની 3 ઉપરાંત પૂજા વત્રાકરને 2 વિકેટ મળી હતી.

આ પહેલા ભારતીય મહિલા ટીમે શેફાલી વર્માના 31, યાસ્તિકા ભાટિયાના 36 અને કેપ્ટન હરમનપ્રિત કૌરના 30 રનની મદદથી 7 વિકેટે 14પ રન કર્યાં હતા. સ્ટાર સ્મૃતિ મંદાના 9 રને આઉટ થઇ હતી. ઋચા ઘોષે 23 રનનું યોગદા આપ્યું હતું. બાંગલા તરફથી રબયા ખાને 3 વિકેટ લીધી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક