• શનિવાર, 04 મે, 2024

રાજસ્થાન સામે મુંબઇના 9 વિકેટે 179: સંદિપની 5 વિકેટ મુંબઇ તરફથી તિલકના 65 અને નેહલના 49 રન

જયપુર તા.22: અત્રેના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર આઇપીએલના આજના મેચમાં સમયાંતરે ખરતી વિકેટો વચ્ચે રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધના મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરના અંતે 9 વિકેટે 179 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવવામાં સફળતા મેળવી હતી. મુંબઇના ટોચના અને નીચેના ક્રમના બેટધરોની નિષ્ફળતા વચ્ચે બે યુવા મીડલ ઓર્ડર બેટર તિલક વર્માએ 63 અને નેહલ વઢેરાએ 49 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જયારે રાજસ્થાન રોયલ્સ તરફથી મીડીયમ પેસર સંદિપ શર્માએ જોરદાર બોલિંગ કરીને 4 ઓવરમાં ફકત 18 રન આપી પ વિકેટ લીધી હતી. વર્તમાન સીઝનમાં પ વિકેટ લેનારો તે બુમરાહ પછીનો બીજો બોલર બન્યો છે.

મુંબઇની શરૂઆત નિસ્તેજ રહી હતી. રોહિત શર્મા 6, ઇશાન કિશન ઝીરો અને સ્ટાર સૂર્યકુમાર યાદવ 10 રને આઉટ થયા હતા. મોહમ્મદ નબી 17 દડામાં 2 ચોકકા-1 છકકાથી 23 રનનો ચમકારો કરી પાછો ફર્યોં હતો. બાવન રનમાં ચાર વિકેટ પડયા બાદ તિલક વર્મા અને નેહલ વઢેરાએ રાજસ્થાનના બોલરોને હંફાવીને પાંચમી વિકેટમાં પ2 દડામાં 99 રનની ઝડપી ભાગીદારી કરી હતી. તિલકે 4પ દડામાં પ ચોકકા-3 છકકાથી 6પ અને નેહલે 24 દડામાં 3 ચોકકા-4 છકકાથી 49 રન કર્યાં હતા. જયારે કપ્તાન હાર્દિક પંડયા (10), ટિમ ડેવિડ (3) સહિતના પૂંછડિયા બેટધરો નિષ્ફળ રહ્યા હતા. મુંબઇ ટીમ આખરી બે ઓવરમાં ફકત 9 રન જ કરી શકી હતી. સંદિપ શર્માએ ઇનિંગની આખરી ઓવરમાં 3 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક