• શનિવાર, 27 જુલાઈ, 2024

દિલ્હીને જીતની શોધ: આજે લખનઉ સામે ટક્કર

-લખનઉની બેટિંગ પર અંકુશ મૂકવાનો દિલ્હીના બોલરો સામે પડકાર        

લખનઉ, તા.11: આઇપીએલ પોઇન્ટ ટેબલ પરની તળિયાની ટીમ દિલ્હી કેપિટલ્સ શુક્રવારના મેચમાં જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે તેની સામે ફોર્મમાં ચાલી રહેલ લખનઉ સુપર જાયન્ટસની બાધા પાર કરવાનું દબાણ રહેશે કારણ કે ઇકાના સ્ટેડિયમ એલએસજીનું હોમ ટાઉન છે. અહીં તેના બોલર્સ-બેટર્સ ખુલીને રમે છે. ખાસ કરીને દિલ્હીના બોલરોએ લખનઉની રન ગતિ પર અંકુશ મુકવા કમર કસવી પડશે. એલએસજી પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે. પાછલા કેટલાક મેચથી આ ટીમ તમામ ક્ષેત્રમાં સારો દેખાવ કરી રહી છે. જો કે 1પ0થી વધુ કિમીની ગતિએ બોલિંગ કરતો તેનો નવો ઝડપી બોલર મયંક યાદવ આ મેચ ગુમાવે તેની સંભાવના છે. આ બોલર પાછલા ગુજરાત સામેના મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. તેના પેટના સ્નાયૂ ખેંચાઇ ગયા છે. જો કે તેની અનુપસ્થિતિમાં બીજા એક યુવા બોલર યશ ઠાકુરે જવાબદારી સંભાળીને પ વિકેટ લીધી હતી.

યશ ઉપરાંત કુણાલ પંડયા, રવિ બિશ્નોઇ અને નવીન ઉલ હક પણ સારી બોલિંગ કરી રહ્યા છે. લખનઉ પાસે ડિ’કોક અને કપ્તાન કેએલ રાહુલના રૂપમાં ઉમદા ઓપનિંગ જોડી છે. ડેથ ઓવર્સમાં નિકોલસ પૂરન શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. જો કે લખનઉની ચિંતા ટેસ્ટ સ્ટાર દેવદત્ત પડીક્કલનું આઉટ ઓફ ફોર્મ હોવું છે. તે હજુ સુધી ડબલ ફીગરમાં પહોંચી શકયો નથી.

બીજી તરફ દિલ્હી કેપિટલ્સની મુખ્ય ચિંતા ઝડપી બોલિંગ આક્રમણ છે. જેની ધાર જોવા મળતી નથી. ડેથ ઓવર્સમાં એનરિક નોર્ખિયા સતત ધોવાઇ રહ્યો છે. લખનઉ સામેના મેચમાં ખલીલ અહેમદ અને જૂનાજોગી ઇશાંત શર્માએ જવાબદારી

લેવી પડશે.

મુકેશકુમાર કદાચ ઇજામાંથી વાપસી કરી શકે છે. દિલ્હીની બેટિંગ કપ્તાન ઋષભ પંત, ડેવિડ વોર્નર, ટ્રિસ્ટન સ્ટબ્સ અને પૃથ્વી શો પર નિર્ભર રહેશે. આ ચાર બેટર લખનઉની બોલિંગ લાઇન અપ ભારે પડવાની ક્ષમતા

ધરાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024