-ગુજરાતની જીતની ફોર્મ્યુલા પર પ્રકાશ પાડતો કપ્તાન ગિલ
જયપુર તા.11: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યંy કે આખરી ત્રણ ઓવરમાં બે મોટા શોટ સાથે 1પ રન પ્રતિ ઓવર બનાવવાની યોજનાને લીધે રાજસ્થાન સામે જીત મળી. રાજસ્થાન સામેની જીત બાદ ગુજરાતના સુકાની ગિલે વધુમાં જણાવ્યું કે અમારો લક્ષ્યાંક હતો કે અંતિમ ત્રણ ઓવરમાં જીત માટે 4પ રન બાકી રહે કારણ કે આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. અમે પ્રતિ ઓવર 1પ રન કરવાની રણનીતિ બનાવી હતી. અમારી માઇન્ડ સેટ હતું. આનો મતલબ એ હતો કે ક્રિઝ પર હાજર બન્ને બેટધરે 9-9 દડામાં 22-22 રન કરવાના. જે આ ફોર્મેટમાં બહુ કઠિન નથી. સદનસીબે આમારી આ યોજના સફળ રહી. ઘણીવાર આપ પોઝિટિવ વિચારો છો તો આપના માટે મુશ્કેલ ચીજો પણ આસાન બની જાય છે.
કપ્તાન શુભમન ગિલે કહ્યંy હું સ્વંય મેચ સમાપ્ત કરવા માગતો હતો. પણ હું ખુશ છું કે અમારા માટે રાશીદ ખાન અને રાહુલ તેવતિયાએ મેચ ખતમ કર્યો. પૂરા મેચમાં અમે પાછળ હતા, પણ અંતિમ દડે મેચ જીતી લીધો. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આઇપીએલમાં લક્ષ્યનો પીછો કરતા 16 મુકાબલા જીતનાર ગુજરાત ટાઇટન્સને ચેઝ માસ્ટર કહેવામાં આવે છે.