• શનિવાર, 27 જુલાઈ, 2024

પર્પલ કેપની રેસમાં અર્શદીપનો કૂદકો : ત્રીજા સ્થાને પહોંચ્યો

નવી દિલ્હી, તા.10:  આઇપીએલ ઇતિહાસના સૌથી મોંઘા 2પ કરોડી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક સતત સંઘર્ષમાં છે, તો બીજી તરફ સસ્તા બોલરો તહેલકો મચાવી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે બે કરોડની બેઝ પ્રાઇસમાં બાંગલાદેશના મુસ્તાફિઝુર રહેમાનને ખરીદ્યો હતો. તે શાનદાર દેખાવ કરીને 4 મેચમાં 9 વિકેટ લઈ ચૂક્યો છે અને પર્પલ કેપ તેના શિર પર છે. દેશી સ્પિનર ચહલ 8 વિકેટ સાથે બીજા નંબર પર છે.

હવે ત્રીજા નંબર પર પંજાબનો અર્શદીપ સિંઘ આવી ગયો છે. તેણે ગઈકાલે હૈદરાબાદ સામેના મેચમાં 4 વિકેટ લીધી હતી. તેનાં નામે પ મેચમાં 8 વિકેટ છે. તેના પછી ચોથા ક્રમે દિલ્હીનો ડાબોડી ઝડપી બોલર ખલિલ અહેમદ 7 વિકેટ સાથે છે. કાગિસો રબાડા, મોહિત શર્મા અને ગેરાલ્ડ કોએત્ઝી પણ 7 - 7 વિકેટ સાથે પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમે છે. આઇપીએલની નવી સનસની મયંક યાદવ 3 મેચમાં 6 વિકેટ સાથે 8મા અને હૈદરાબાદનો કેપ્ટન પેટ કમિન્સ 6 વિકેટ સાથે નવમા નંબર પર છે. નાંદ્રે બર્ગરે પણ 6 વિકેટ લીધી છે અને પર્પલ કેપની સૂચિમાં 10મા સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024