મહત્ત્વના ખેલાડીઓની ગેરહાજરી વચ્ચે યુવા ખેલાડીઓનો દેખાવ શાનદાર
રાંચી, તા.26: રાંચી ટેસ્ટની જીત સાથે ઇંગ્લેન્ડ સામે 3-1થી શ્રેણી કબજે કરનાર વિજેતા ભારતીય કપ્તાન રોહિત શર્માએ કહ્યંy કે આ શ્રેણી અમારા માટે ઘણી કઠિન હતી. આથી આ જીત ઘણી સારી લાગે છે. અમારા સામે ઘણા પડકાર આવ્યા પણ અમે જવાબ આપ્યો અને શાંત બની રહ્યા. આ તકે કપ્તાન રોહિત શર્માએ ઇશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા અશિસ્ત ખેલાડીઓને આકારો સંદેશ આપતા કહ્યું કે જે ખેલાડીઓમાં જીતની ભુખ હશે તેમને જ અમે મોકા આપતા રહેશું.
યુવા ખેલાડીઓના શાનદાર દેખાવ પર કપ્તાન રોહિતે કહ્યંy કે, આ ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ અને કલબ ક્રિકેટ રમીને આગળ વધ્યા છે. તેમની સામે ઘણા પડકાર હતા પણ મને તેમનો જવાબ ઉત્સાહિત કરનારો લાગે છે. અમારે અમને એવો મંચ આપવો પડશે જેની તેમને જરૂર છે.
મેન ઓફ ધ મેચ બનેલ ધ્રુવ જુરેલની વિશેષ પ્રશંસા કરતા સુકાનીએ જણાવ્યું કે તેણે પૂરા મેદાનમાં શોટ લગાવ્યા. તે સંયમમાં અને શાંતચિત રહ્યો. પહેલી ઇનિંગમાં તેના 90 રન અને બીજા દાવમાં શુભમન સાથેની ભાગીદારી ઘણી મહત્ત્વની રહી.
રોહિતે કહ્યંy કે, કેટલાક ખેલાડીની શ્રેણીમાં ગેરહાજરી હતી, તેમની જગ્યા ભરવી આસાન ન હતી પણ યુવા ખેલાડીઓએ પડકારનો સામનો કર્યો. અમે ટેસ્ટ મેચ જીતવા જ મેદાનમાં ઉતર્યા હતા અને પાંચમા ટેસ્ટમાં પણ અમારો સર્વશ્રેષ્ઠ દેખાવ કરશું.