• શનિવાર, 13 એપ્રિલ, 2024

શ્રીલંકાના હસરંગા ઉપર બે મેચનો પ્રતિબંધ

અફઘાનિસ્તાન સામેના મેચમાં ફીલ્ડ અમ્પાયર સાથે કરી હતી બોલાચાલી

નવી દિલ્હી, તા. 25 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને શનિવારે શ્રીલંકાના કેપ્ટન વાનિંદુ હસરંગા ઉપર બે મેચનો પ્રતિબંધ લાદી દીધો છે. શ્રીલંકાના ટી20 કેપ્ટન વાનિંદુ હસરંગાને અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં ઓન ફીલ્ડ અમ્પાયર સાથે દુર્વ્યવહાર કરવાની સજા મળી છે. અફઘાનિસ્તાન સામે મેચ હાર્યા બાદ હસરંગાના નો બોલ કોલને લઈને અમ્પાયર લિંડન હેનિબલ સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં પણ નોબોલના નિર્ણયના વિરોધમાં ખાર કાઢયો હતો.

શ્રીલંકાના ટી20 કેપ્ટન વાનિંદુ હસરંગાને અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવાના કારણે ત્રણ ડિમેરિટ પોઈન્ટ અને 50 ટકા મેચ ફીનો દંડ થયો છે. આચાર સંહિતાના ઉલ્લંઘન સાથે જ હસરંગાના ડિમેરિટ પોઈન્ટની સંખ્યા 24 મહિનામાં પાંચ થઈ છે. જેના કારણે બે મેચ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, હસરંગાને આઈસીસીના કોડ ઓફ કન્ડક્ટ હેઠળ અનુચ્છેદ 2,13નો દોષિત ઠેરવવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીલિયાના કુતાણા ગામે પત્નીની કોદાળીનો ઘા ઝીંકી હત્યા કરતો પતિ પૈસાના મામલે બન્ને વચ્ચે ઝઘડો થતાં બોથર્ડ પદાર્થનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું April 13, Sat, 2024