• શનિવાર, 27 જુલાઈ, 2024

ઓસ્ટ્રેલિયાએ કર્યા ન્યુઝીલેન્ડના સૂપડા સાફ

અંતિમ  ટી20મા 27 રને જીત : શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ

ઓકલેન્ડ, તા. 25 : ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની ટી20 શ્રેણીમાં ન્યુઝીલેન્ડના સૂપડા સાફ કરી નાખ્યા છે. એક રીતે ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને તેના જ ઘરમાં કચડયું છે. આ શ્રેણીના પહેલા મેચમાં ન્યુઝીલેન્ડ જીતની નજીક હતું જો કે બાકીના બન્ને મેચમાં ઓસ્ટ્રેલિયાએ મોટી જીત મેળવી હતી અને શ્રેણી 3-0થી નામે કરી હતી. ટી20 વિશ્વકપ 2024 પહેલા આ શ્રેણી જીત ઓસ્ટ્રેલિયાનું મનોબળ વધારનારી બનશે.

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજો ટી20 મેચ ઓકલેન્ડમાં રમાયો હતો. મેચ વરસાદના કારણે ટૂંકાવ્યો હતો. ન્યુઝીલેન્ડના કેપ્ટન ટીમ સાઉદીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 10.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 118 રન કર્યા હતા. બાદમાં વરસાદને ઈનિંગ પૂરી થવા દીધી નહોતી અને ઓસ્ટ્રેલિયાએ ઈનિંગ સમાપ્ત કરવી પડી હતી. બાદમાં ડકવર્થ મેથડ લાગુ થતા ન્યુઝીલેન્ડને 10 ઓવરમાં 126 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ 10 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 98 રન જ બનાવી શકી હતી અને 27 રને હાર થઈ હતી.આ મુકાબલામાં ટ્રેવિસ હેડે 3 રન કર્યા હતા. જ્યારે મેથ્યુ શોર્ટે 11 બોલમાં 27 રન કર્યા હતા. આ ઉપરાંત મેક્સવેલે 20 રનની ઈનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 24 બોલમાં 40 રન કર્યા હતા. જો કે આ ઈનિંગ કામમાં આવી નહોતી. ઓસ્ટ્રેલિયાએ પહેલો મેચ છ વિકેટના અંતરે જીત્યો હતો. જ્યારે બીજા મેચમાં 72 રનથી મોટી જીત મેળવી હતી. હવે ત્રીજો મુકાબલો 27 રને જીતી લીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024