• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

પુજારા, ઉનડકટનું ટીમમાં પુનરાગમન મુશ્કેલ

રહાણે, ઉમેશ, ભુવનેશ્વર, ઈશાંત, ધવન માટે પણ દરવાજા બંધ 

નવી દિલ્હી, તા.1 : દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટની ભારતીય ટીમ જાહેર થઈ છે જેમાં એવા કેટલાક ખેલાડીની બાદબાકી થઈ છે જે ચોંકાવનારી છે. ઉભરતાં નવયુવાઓ વચ્ચે ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, અજિંક્ય રહાણે, ઉમેશ યાદવ, ભુવનેશ્વર, ઈશાંત શર્મા, શિખર ધવનનો એકેય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

ક્રિકેટના જાણકારો અનુસાર, આ એવા ખેલાડીઓ છે જેમની ભારતીય ટીમમાં વાપસી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. ટેસ્ટ ટીમમાં પુજારા, રહાણેનો સમાવેશ થયો નથી, તેમના બદલે અન્ય યુવાઓને તક મળી છે. ક્રિકેટના જૂના જોગીઓ માટે ટીમમાં વાપસી સરળ નહીં હોય, ફોર્મ ઉપરાંત નશીબ જોર કરશે તો કદાચ પુનરાગમન થાય. હાલની સ્થિતિ જોતાં બીસીસીઆઈએ આ ખેલાડીઓને મૂક સંદેશો આપી દીધાનું સમજી શકાય. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારત બે ટેસ્ટ મેચ રમવાનું છે જેમાં સિનિયરોને બેસાડી દઈ યુવાઓને આગળ કરાયા છે. ર0રરના અંતમાં બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકાર્યા બાદથી પુજારાનું બેટ શાંત છે ત્યાર બાદ 10 ઈનિંગમાં માત્ર ર11 રન બનાવ્યા હતા જેમાં એક ફિફટી છે.

ક્રિકેટ બોર્ડે ટેસ્ટ, વન ડે અને ટી-ર0 માટે અલગ અલગ ટીમ અને સુકાની જાહેર કર્યા છે. જેમાં ભવિષ્યને જોતાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. અગાઉ ભારતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટની શ્રેણી રમી હતી જેમાં રહાણે ટીમનો નાયબ સુકાની હતો પરંતુ એ સિરીઝ બાદ તેને તક મળી નથી. ચેતેશ્વર પુજારાએ પણ પોતાનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મુકાબલો આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં રમ્યો હતો જેમાં તેણે 41 રન બનાવ્યા હતા. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં તેની પસંદગી થઈ ન હતી. પુજારા ત્રીજા ક્રમે બેટિંગ કરતો હતો જે સ્થાને હવે શુભમન ગિલ અથવા ઋતુરાજ ગાયકવાડ જોવા મળી શકે છે. જયદેવ ઉનડકટને આ વર્ષની શરૂઆતમાં જ્યારે ટેસ્ટ ટીમમાં સમાવાયો ત્યારે લાગતું હતુ કે તેની કારકિર્દી હવે પાટે ચઢશે પરંતુ દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ટેસ્ટ ટીમમાં તેની પસંદગી કરાઈ નથી. આ રીતે અન્ય ખેલાડીઓ માટે પણ ભારતીય ટીમમાં સ્થાન મેળવવું હવે મુશ્કેલ બન્યુ છે.

 

 

 

 

 

Budget 2024 LIVE