• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે T-20શ્રેણી 3-1થી જીતી

ચોથા મેચમાં બોલરોના શાનદાર પ્રદર્શનથી ઓછો સ્કોર છતાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું : અક્ષરની 3, ચહરની બે વિકેટ : રવિવારે બેંગ્લુરુમાં છેલ્લો મેચ

ભારત  174/9 ઓસ્ટ્રેલિયા 154/7

રાયપુર તા.1 : બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ચોથા ટી-ર0માં ર0 રને હરાવી મેચ સાથે શ્રેણી 3-1થી કબ્જે કરી છે. પાંચ ટી-ર0નો છેલ્લો ઔપચારિક મેચ 3 ડિસેમ્બરને રવિવારે બેંગ્લુરુમાં રમાશે. ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ધરાશાયી થતાં અને 9 દડામાં ટપોટપ પ વિકેટ ગુમાવતાં ઓસ્ટ્રેલિયાને 17પ રનનો સરળ લક્ષ્યાંક આપ્યો હતો જે તે સાધી ન શકયુ અને ર0 ઓવરમાં 7 વિકેટે 1પ4 રન બનાવ્યા હતા. ભારત વતી અક્ષર પટેલે 3 અને દીપક ચહરે બે વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયાને સારી શરુઆત બાદ 40ના સ્કોરે બિસ્નોઈએ ફિલિપને બોલ્ડ કર્યો હતો, 44 રને ટ્રાવિસ હેડ 31 રન બનાવી આઉટ થયો. બાવનના સ્કોરે ત્રીજી અને 87ના સ્કોરે ચોથી વિકેટ ગુમાવી હતી. અક્ષરે મેકડરમોટને 19 રને અને હાર્ડીને 8 રને બોલ્ડ કર્યો હતો. 107ના સ્કોરે ચહરે ટિમ ડેવિડને 19 રને આઉટ કર્યો હતો. 1ર6ના સ્કોરે મેથ્યૂ શોર્ટ આઉટ થયો અને 133એ ડવારશૂઈસને અવેશ ખાને 1 રને બોલ્ડ કર્યો ત્યારે સ્કોર 7 વિકેટે 133 હતો. છેલ્લી ઓવરમાં 31 રનની જરુર હતી અને છેલ્લે ર દડામાં રરની જરુર હતી. સુકાની મેથ્યૂ વેડ 36 રને અણનમ રહ્યો હતો.

પહેલા બેટિંગમાં આવતા ભારતે ર0 ઓવરમાં 9 વિકેટે 174 રન બનાવ્યા હતા જેમાં રિંકુ સિંહે ર9 દડામાં સૌથી વધુ 46 રન ફટકાર્યા હતા. વિકેટ કીપર જીતેશ શર્માએ 19 દડામાં 3પ રન બનાવ્યા હતા. અક્ષર અને ચહર શૂન્યમાં ઉડયા તથા બિસ્નોઈએ 4 અને અવેશ ખાને 1 રન બનાવ્યો હતો. જયસ્વાલ અને ઋતુરાજે ભારતને સારી શરુઆત અપાવી અને સ્કોર પ.3 ઓવરમાં વિના વિકેટે પ0 હતો પરંતુ જયસ્વાલ ફટકો મારવાના પ્રયાસમાં 37 રને કેચ આપી બેઠો ત્યાર બાદ 6રના સ્કોરે શ્રેયસ 8 રને અને 63ના સ્કોરે સુકાની સુર્યકુમાર 1 રને આઉટ થયો હતો. 10 ઓવરમાં ભારતનો સ્કોર 3 વિકેટે 79 હતો. 111ના સ્કોરે ઋતુરાજ 3ર રન બનાવી આઉટ થયો. 167ના સ્કોરે જિતેશ, 168ના સ્કોરે અક્ષર તથા રિંકુ, 169ના સ્કોરે ચહર અને 174ના સ્કોરે બિસ્નોઈની વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા વતી ડવારશૂઈસે 3 અને તનવીર સંઘા તથા બેહરેનડોર્ફે બે-બે વિકેટ ઝડપી હતી.

શ્રેણી ર-રથી સરભર કરવાના ઈરાદે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી.

 

 

 

 

 

 

Budget 2024 LIVE