• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ચૂપ રહો, માથું નીચું કરો : ઓલિમ્પિક મેડલિસ્ટ મુક્કેબાજ લવલીના સાથે અધિકારીનું ખરાબ વર્તન

નવી દિલ્હી, તા.7: ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહને ભારતીય મુક્કેબાજી સંઘ (બીએફઆઇ)ના કાર્યકારી નિર્દેશક રિટાયર્ડ કર્નલ અરુણ મલિક પર ગંભીર આરોપો લગાવ્યા છે. લવલીનાએ અરુણ મલિક સામે અપમાનજક વ્યવહાર અને ભેદભાવપૂર્ણ વર્તન કર્યાંનું કહ્યંy છે. લવલીનાની ફરિયાદ પરથી ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ) દ્વારા તપાસ શરૂ થઇ છે. ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ મામલે યોગ્ય તપાસની ખાતરી આપી છે.

લવલીનાએ આરોપ લગાવ્યો છે કે કેટલાક ટોચના અધિકારીઓ સાથેની ઝૂમ મિટિંગ યોજાઇ હતી. જેમાં અરુણ મલિકે મને સ્પષ્ટ રીતે બધાની વચ્ચે કહ્યંy હતું કે ચૂપ રહો, આપનું માથું નીચું કરો. અમે જેમ કહીએ તેમ કરો. તેમના શબ્દોમાં સત્તાવાદી પ્રભુત્વ હતું. જે કોઇ મહિલા ખેલાડી સહન કરી શકે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક