અલ્જારી જોસેફને વિશ્રામ
બારબાડોસ,
તા.7: પાકિસ્તાન વિરુદ્ધની ત્રણ મેચની વન ડે શ્રેણીની વેસ્ટ ઇન્ડિઝ ટીમ જાહેર થઇ છે.
1પ ખેલાડીની ટીમનું સુકાન અનુભવી બેટર શાઇ હોપ સંભાળશે. ઝડપી બોલર રોમારિયો શેફર્ડની
વાપસી થઇ છે. જયારે અનુભવી ઝડપી બોલર અલ્જારી જોસેફને વર્કલોડને ધ્યાને રાખીને વિશ્રામ
અપાયો છે. શેફર્ડ ઉપરાંત કેસી કાર્ટી, રોસ્ટન ચેઝ અને અમીર જંગૂને પણ ટીમમાં જગ્યા
મળી છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના ત્રણેય વન ડે મેચ તોરાબા ખાતે બ્રાયન લારા
ક્રિકેટ એકેડેમીના મેદાનમાં રમાશે. પહેલો મેચ આવતીકાલ 8મીએ રમાશે. આ પછી 10 અને 12
ઓગસ્ટે ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચે કેરેબિયન ધરતી પર અત્યાર સુધીમાં 33 વન ડે મેચ રમાયા
છે. જેમાં વિન્ડિઝનો 16 મેચમાં અને પાક.નો 1પ મેચમાં વિજય થયો છે. બે મેચ ટાઇ રહ્યા
છે.
વેસ્ટ
ઈન્ડિઝ વન ડે ટીમ: શાઇ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડ્રુ, કેસી કાર્ટી, રોસ્ટન ચેઝ, મેથ્યૂ
ફોર્ડ, જસ્ટિન ગ્રીવ્સ, અમીર જંગૂ, શમાર જોસેફ, બ્રેંડન કિંગ, એવિન લૂઇસ, ગુડાકેશ મોતી,
શેરફેન રૂધરફોર્ડ, જાયડન સીલ્સ અને રોમારિયો શેફર્ડ.