નવી દિલ્હી તા.7: ભારતીય ટેસ્ટ કપ્તાન શુભમન ગિલ દુલિપ ટ્રોફીમાં નોર્થ ઝોન ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ગિલની કપ્તાનીમાં જાહેર થયેલી નોર્થ ઝોન ટીમમાં અર્શદીપ સિંઘ અને હર્ષિત રાણા સામેલ છે. નોર્થ ઝોન 28 ઓગસ્ટથી ઇસ્ટ ઝોન સામે દુલિપ ટ્રોફીનો કવાર્ટર ફાઇનલ મેચ રમશે. એશિયા કપનું આયોજન 9થી 29 સપ્ટેમ્બર દરમિયાન થયું છે. જો ઉપરોકત ત્રણેય ખેલાડી એશિયા કપની ભારતીય ટીમમાં પસંદ થશે તો કદાચ દુલિપ ટ્રોફીની નોર્થ ઝોન ટીમમાં રીલિઝ થશે. શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં શાનદાર દેખાવ કરીને 4 સદીથી 7પ0થી વધુ રન કર્યાં હતા. નોર્થ ઝોન ટીમમાં ઝડપી બોલર અંશુલ કમ્બોજ પણ સામેલ છે. તે ઇંગ્લેન્ડ સામે ચોથો ટેસ્ટ રમ્યો હતો.
નોર્થ
ઝોન ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), શુભમ ખજૂરિયા, અંકિત કુમાર (વાઇસ કેપ્ટન), આયુષ બડોની,
યશ ઢૂલ, અંકિત કલસી, નિશાંત સિંધુ, સાહિલ લોત્રા, મયંક ડાગર, યુધ્ધવીર ચરક, અર્શદીપ
સિંઘ, હર્ષિત રાણા, અંશુલ કમ્બોજ, આકિબ નબી અને કનૈયા વાઘવાન (વિકેટકીપર).