નવી દિલ્હી તા.7: એશિયા કપ અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડયો છે. વિકેટકીપર-બેટર ઋષભ પંત પગની ઇજાને લીધે આ ટૂર્નામેન્ટ રમી શકશે નહીં, આ ઉપરાંત નવેમ્બરમાં ઘરઆંગણે રમાનાર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેનું રમવું શંકાસ્પદ છે.
ઋષભ
પંતને ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેના ચોથા ટેસ્ટ દરમિયાન પગમાં ઇજા થઇ હતી. આ મેચ માંચેસ્ટરના
ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર 23થી 27 જુલાઇ દરમિયાન રમાયો હતો. ઋષભ પંત પહેલી ઇનિંગમાં ક્રિસ
વોકસના દડામાં રીવર્સ સ્વીપ કરવાના પ્રયાસમાં ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના જમણા પગના
નીચેના હિસ્સોમાં ફ્રેકચર થયું હતું. આ પછીથી તે વિકેટકીપિંગ કરી શકયો ન હતો અને બીજા
દાવમાં ક્રિઝ પર આવ્યો ન હતો. પાંચમા ટેસ્ટની પણ બહાર થઇ ગયો હતો.
ઋષભ
પંતને ઓછામાં ઓછા 6 સપ્તાહનો રેસ્ટ કરવાની સલાહ મળી હતી. પણ એવા રિપોર્ટ સામે આવ્યા
છે કે પંતને ઇજામાંથી બહાર આવતા ઓછામાં 3 મહિના થશે. આથી તે એશિયા કપ અને વેસ્ટ ઇન્ડિઝ
વિરૂધ્ધની ટેસ્ટ શ્રેણી ગુમાવશે. એશિયા કપ યૂએઇમાં 9 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. જયારે
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણી 2થી 14 ઓકટોબર દરમિયાન અમદાવાદ અને
નવી દિલ્હીમાં રમાશે.
એશિયા
કપમાં પંતના સ્થાને વિકેટકીપર તરીકે સંજૂ સેમસનના રૂપમાં ભારત પાસે સારો વિકલ્પ છે.