પસંદગીકારોએ
તમામ વિકલ્પ ખુલ્લા રાખ્યા : ગિલ, જયસ્વાલ, સુદર્શન અને વોશિંગ્ટન લગભગ સામેલ થશે
મુંબઇ,
તા.6: ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ સમાપ્ત થઇ ચૂક્યો છે અને પાંચ ટેસ્ટની શ્રેણીનો
સુખદ અંત કરી ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યાં છે. ટીમ ઇન્ડિયા સામે હવે નવો પડકાર એશિયા
કપમાં ખિતાબ બચાવવાનો હશે. એશિયા કપનો પ્રારંભ તા. 9 સપ્ટેમ્બરથી થશે. આ વખતે યૂએઇમાં
રમાશે અને ટી-20 ફોર્મેટમાં હશે. આથી ટીમ ઇન્ડિયા નવા રૂપ રંગમાં જોવ મળશે. ઈંગ્લેન્ડ
પ્રવાસમાં સામેલ ઘણા ખેલાડી એશિયા કપમાં જોવા મળશે નહીં.
મુખ્ય
પસંદગીકાર અજીત અગરકર અને તેમના સાથીઓ માટે એશિયા કપની ટીમ પસંદ કરવી મોટો પડકાર બની
રહેશે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં એશિયા કપની ટીમ જાહેર કરશે.
ટી-20 ટીમમાં સામેલ થવા માટે ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન,
વોશિંગ્ટન સુંદર રેસમાં છે. પસંદગીકારોએ તમામ ખુલ્લા વિકલ્પ ખુલ્લા રાખ્યા છે.
એશિયા
કપની સમાપ્તિના એક સપ્તાહ બાદ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શરૂ થશે. જેનો પહેલો મેચ
2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. આથી ઇંગ્લેન્ડ
પ્રવાસમાં સામેલ મોટાભાગના ખેલાડીઓને એશિયા કપ માટેની ટી-20 ટીમમાં સામેલ કરાશે નહીં.
ઇંગ્લેન્ડ પ્રવાસમાં ઠીકઠાક દેખાવ કરનાર અને આઇપીએલમાં સૌથી વધુ રન કરનાર સાઇ સુદર્શનની
એશિયા કપમાં પસંદગી થઇ શકે છે. બુમરાહ-સિરાજ સહિતના બોલર્સને વિશ્રામ મળવો નિશ્ચિત
છે.
સૂર્યકુમાર
યાદવે સર્જરી બાદ અભ્યાસ શરૂ કરી દીધો છે. તે એશિયા કપમાં ભારતનો કપ્તાન હશે. હાર્દિક
પંડયા, સંજૂ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, અર્શદીપ અને કુલદીપ યાદવ ફરી મેદાનમાં
જોવા મળશે.