મુંબઇ
તા.6: કપ્તાન શુભમન ગિલ, કોચ ગૌતમ ગંભીર અને સફળ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સહિતના ભારતીય
ખેલાડીઓ ઇંગ્લેન્ડથી આજે પરત ફર્યાં છે. સિરાજ સહિતના કેટલાક ખેલાડી મુંબઇ વિમાની મથકે
ઉતર્યાં હતા. જયારે કોચ ગંભીર અને કપ્તાન ગિલ સહિતના ખેલાડીઓ દિલ્હી વિમાની મથકે જોવા
મળ્યા હતા.
મુંબઇ
વિમાની મથકે સિરાજ મીડિયાથી દૂર રહ્યો હતો. તે હૈદરાબાદની ફલાઇટ પકડવાની ઉતાવળમાં હતો.
હૈદરાબાદ વિમાની મથકે સિરાજનું ભવ્ય સ્વાગત થયું હતું. ચાહકો તેના પોસ્ટર અને હાર-તોરા
લઇને ઉભા હતા.
જયારે
કોચ ગંભીરે દિલ્હી વિમાની મથકે મીડિયાના સવાલોના ટૂંકમાં જવાબ આપ્યા હતા અને કહ્યંy
કે કોઇ એક ખેલાડીનું નહીં પૂરી ટીમનો શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યંy હતું. આથી અમે શ્રેણી
2-2થી ડ્રો કરી હતી. તેણે ગિલની કપ્તાન તરીકે અને સિરાજની બોલર તરીકે પ્રશંસા કરી હતી.