• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ધારાવીની જમીન સરકારના વિભાગોને સોંપાશે, અદાણી સમૂહ માત્ર ડેવલોપર

નવી દિલ્હી, તા. 16 : કરોડ રૂપિયાની ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ યોજનામાં અદાણી સમૂહને જમીનનું હસ્તાંતરણ સામેલ નહીં હોય. સૂત્રોએ આ અંગે સ્થિતિ સાફ કરતા કહ્યું હતું કે, પરિયોજનામાં ભૂમિનું હસ્તાંતરણ મહારાષ્ટ્ર સરકારના વિભાગોને કરવામાં આવશે અને અદાણી સમૂહ માત્ર પરિયોજના ડેવલોપર તરીકે મકાન બનાવશે. જે વિભાગોને સોંપી દેવામાં આવશે. બાદમાં મકાનોની ફાળવણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના નિવાસીઓને કરવામાં આવશે. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે આ મામલે જમીન હડપવાનો આરોપ મૂક્યો છે. આ આરોપો ઉપર પરિયોજના સંબંધિત સૂત્રોએ કહ્યું છે કે જમીનના ટુકડાને માત્ર રાજ્ય સરકારના આવાસ વિભાગના ધારાવી પુનર્વિકાસ પુનર્વાસ ઓથોરિટીને સોંપવામાં આવશે. અદાણી સમૂહે ઓપન આંતરરાષ્ટ્રીય બોલીમાં ધારાવી પુનર્વિકાસ પરિયોજના મેળવી હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક