• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ડાયાબિટીસ, એન્ટિબાયોટિક સહિતની 54 દવાના ભાવમાં ઘટાડો

નવીદિલ્હી, તા.15  : મોંઘવારીના માર વચ્ચે સામન્ય જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. સારવાર અને દવાઓના ખર્ચથી પરેશાન કરોડો લોકોને સરકારે મોટી રાહત આપી છે. આજથી 54 જરૂરી દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

જે દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં ડાયાબિટીસ, હૃદય અને કાનની બીમારીઓના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી દવાઓની સાથે મલ્ટીવિટામિન વગેરે પણ સામેલ છે. તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળવાની આશા છે.  ઘણી જરૂરી દવાઓના ભાવ ઘટાડવાનો આ નિર્ણય નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની 124મી બેઠકમાં લેવામાં આવ્યો છે. ગઙઙઅ દેશમાં વેચાઈ રહેલી એ જરૂરી દવાઓની કિંમતો નક્કી કરે છે, જેનો સામાન્ય લોકો ઉપયોગ કરે છે. બેઠકમાં 54 દવાના ફોર્મ્યુલેશન અને 8 વિશેષ દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગઙઙઅએ આ બેઠકમાં જે 54 દવાઓના ભાવ નક્કી કર્યા છે તેમાં ડાયાબિટીસ, હાર્ટ, એન્ટિબાયોટિક્સ, વિટામિન ડી, મલ્ટી વિટામિન્સ, કાનની બીમારીઓની દવા વગેરે સામેલ છે. આ ઉપરાંત ગઙઙઅ એ આ બેઠકમાં 8 સ્પેશિયલ ફીચર ઉત્પાદનોના ભાવ પર પણ આ બેઠકમાં નિર્ણય લીધો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક