• મંગળવાર, 18 જૂન, 2024

કંગાળ પાકિસ્તાનને ઝટકો : IMFએ મૂકી આકરી શરત

વધુ એક દોરની વાતચીતનું પરિણામ ન આવ્યું : લોકો ઉપર વધુ આવકવેરો લાદવા દબાણ

ઈસ્લામાબાદ, તા. 9 : કંગાળ આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા પાકિસ્તાને આઇએમએફમાંથી મોટો ઝટકો લાગ્યો છે. લોન મામલે આઇએમએફ સાથે ચાલી રહેલી પાકિસ્તાનની વધુ એક દોરની વાતચીત કોઈ પરિણામ વીના પૂરી થઈ છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર આવકવેરાના દર અને કૃષિ તેમજ સ્વાસ્થ્ય ક્ષેત્રની વસ્તુઓ ઉપર ટેક્સ અંગે સહમતિ બની શકી નથી. જેનાં કારણે આઇએમએફએ વાતચીત રોકી દીધી છે.

 રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પગારદાર અને બિન પગારદાર કરદાતાઓ પાસેથી 4.67 લાખ રૂપિયાથી વધારેની માસિક આવક ઉપર 45 ટકા ટેક્સ ઉપર ચર્ચા ચાલી રહી છે. વર્તમાન સમયે પાકિસ્તાનમાં 5 લાખથી વધુની માસિક આવક ઉપર 35 ટકા ટેક્સ લાગુ છે. આઇએમએફ પાકિસ્તાન ઉપર જે શરતો લાગુ કરવા માગે છે તેને પાકિસ્તાન સરકાર માનશે તો લોકોના રોષનો સામનો કરવો પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024