રિજનલ રજિસ્ટરમાં સમાવાતાં ભારતીયો ગર્વિત
નવી દિલ્હી, તા.1પ : સૌ ભારતીયો માટે ગર્વની વાત છે કે તેમની સાંસ્કૃતિક અને સાહિત્યિક ધરોહર રામચરિતમાનસ અને પંચતંત્રનો યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિકના રિજનલ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં
આવ્યો છે.
રામચરિતમાનસ અને પંચતંત્રને હવે વૈશ્વિક ઓળખ મળશે. ર0ર4ની યુનેસ્કોની આવૃત્તિમાં એશિયા પેસિફિકની ર0 ધરોહરને સામેલ કરવામાં આવી છે. જેમાં રમચરિતમાનસ, પંચતંત્ર ઉપરાંત સહૃદયાલોક-લોકનની પાંડુલિપી પણ સામેલ છે. ભારતીયો બાળપણથી જ પંચતંત્રની કહાનીઓ સાંભળતા આવ્યા છે અને ગોસ્વામી તુલસીદાસ કૃત રામચરિતમાનસના પાઠ કરે છે જેની સાથે તેમની ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે.