• બુધવાર, 15 મે, 2024

અમે ક્યારેય અનામતનો વિરોધ કર્યો નથી : ભાગવત

અનામત હટાવવાના વિપક્ષના આરોપ વચ્ચે સંઘ સુપ્રીમોની સ્પષ્ટતા

હૈદરાબાદ, તા.ર8 : અનામતને સમાપ્ત કરવાના વિપક્ષના આરોપ વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટ વાત કરી છે કે અમે ક્યારેય અનામતનો વિરોધ કર્યો નથી. ભાગવતે કહ્યંy કે સંઘ પરિવારે ક્યારેય કેટલાક ખાસ સમૂહોને આપવામાં આવતાં અનામતનો વિરોધ કર્યો નથી. હૈદરાબાદ ખાતે એક શૈક્ષણિક સંસ્થાનના કાર્યક્રમમાં તેમણે કહ્યંy કે સંઘનું માનવું છે કે જ્યાં સુધી જરૂર હોય, અનામતને ચાલુ રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વિપક્ષ તરફથી સતત આરોપ લગાવાઈ રહ્યો છે કે મોદી સરકાર પોતાની ત્રીજી ટર્મમાં અનામત સમાપ્ત કરી નાખશે. સંઘ ભાજપાની વિચારધારાનું માર્ગદર્શક રહ્યંy છે અને વિપક્ષ તરફથી આરોપ લગાવાયો હતો કે સંઘના ઈશારે ત્રીજી ટર્મમાં ભાજપ અનામતને કાઢી નાખશે. સતત બે ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યા બાદ આ વખતે ભાજપની આગેવાનીમાં એનડીએ દ્વારા 400 પારનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હૈદરાબાદના કાર્યક્રમમાં સંબોધનમાં આરએસએસ ચીફ ભાગવતે સ્પષ્ટ કર્યું કે સંઘ અનામતના વિરોધમાં નથી. અગાઉ નાગપુર ખાતે પણ તેમણે કહ્યંy હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામત આપવું જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક