• શુક્રવાર, 03 મે, 2024

હું અયોધ્યા ગયો હોત તો શું તેઓ સહન કરત ? : ખડગે

આજે પણ અનુસૂચિત જાતિઓ સાથે ભેદભાવ : કોંગ્રેસ પ્રમુખ

નવી દિલ્હી તા.19 : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાનો સાધતાં કહ્યંy કે અનુસૂચિત જાતિ (એસસી)ને આજે પણ દેશમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. પોતાના અયોધ્યા જવા મામલે તેમણે પ્રહાર કરતાં કહ્યંy કે શું તેઓ સહન કરત ?

ખડગેએ ભાજપા સરકાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તથા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યંy કે બંન્નેનું અપમાન એટલા માટે થયું કારણ કે તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિથી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તથા નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં આમંત્રિત કરવામાં આવ્યા ન હતા જયારે રામનાથ કોવિંદને નવી સંસદનું ખાતમુહૂર્ત કરવા દેવાયું ન હતું. એક કાર્યક્રમમાં ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ આરોપનું ખંડન કર્યુ કે કોંગ્રેસ રાજનીતિક મજબૂરીઓને કારણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી દૂર રહી હતી. ખડગેએ કહ્યંy કે અનુસૂચિત જાતિઓને હજુય અનેક મંદિરમાં પ્રવેશની છૂટ નથી અને જો હું (અયોધ્યા) ગયો હોત તો શું તેઓ સહન કરત ? રામ મંદિર અંગે તેમણે કહ્યંy કે તે વ્યક્તિગત આસ્થા છે. લોકો ઈચ્છે ત્યારે કોઈ પણ દિવસે જઈ શકે છે. તે (મોદી) પૂજારી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક