• શનિવાર, 27 જુલાઈ, 2024

હું વાળ કલર કરી સફેદ કરાઉ છું, જેથી...

7 ગેમર્સ સાથે વડાપ્રધાન મોદીની ચર્ચા : ગેમ્સ પણ રમી

નવી દિલ્હી, તા.11 : ભારતના ટોચના 7 ગેમર્સ સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી તેમની સાથે ચર્ચા કરી અને ખુદ કેટલીક ગેમ પણ રમ્યા હતા. વડાપ્રધાન મોદી રાજકીય લોકો સાથોસાથ અન્ય ક્ષેત્રના લોકોને પણ મળતાં રહે છે. તાજેતરમાં તેઓ માઈક્રોસોફટના ફાઉન્ડર-ટેકનોક્રેટ-સમાજસેવી બિલ ગેટ્સને મળ્યા હતા.

હવે તેઓ ગેમિંગ કોમ્યુનિટીના કેટલાક લોકોને મળ્યા હતા. વાતચીત દરમિયાન હળવી શૈલીમાં કહ્યું કે તેઓ પોતાના વાળને કલર કરીને સફેદ કરે છે જેથી તેઓ પણ મેચ્યોર લાગે. વડાપ્રધાનની આવી વાત સાંભળીને ઉપસ્થિત સૌ હસી પડયા હતા. વડાપ્રધાન મોદીની આ મુલાકાતનો વીડિયો 13 એપ્રિલે સવારે 9:30 કલાકે પ્રસારિત થશે. મુલાકાતનું ટીઝર વડાપ્રધાન મોદીની યૂ ટયૂબ ચેનલ પર જારી કરાયુ છે.

વડાપ્રધાન મોદીએ જે ગેમર્સને મળી વાતચીત કરી હતી તેમાં અનિમેષ અગ્રવાલ, નમન માથુર, મિથિલેશ પાટણકર, પાયલ ધારે,  તીર્થ મેહતા, ગણેશ ગંગાધર, અંશુ બિષ્ટ સામેલ હતા. ગેમર્સે પ્રતિક્રિયા આપી કે વડાપ્રધાન મોદી સાથે મુલાકાતમાં લાગ્યુ જ નહીં કે તેમની વચ્ચે ઉંમરમાં આટલો તફાવત હશે.મુલાકાત ઘણી જ સુખદ માહોલમાં થઈ અને તેમણે સહૃદય રીતે વાત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024