• શનિવાર, 27 જુલાઈ, 2024

નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત થશે

નવેમ્બર 2023માં મની લોન્ડારિંગ કેસમાં રૂા. 752 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ હતી

નવી દિલ્હી, તા. 11 : ઈડી કોંગ્રેસ દ્વારા સંચાલિત નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરની રૂા. 752 કરોડની સંપત્તિ જપ્ત કરી શકે છે. ગયાં વર્ષે નવેમ્બરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડારિંગ એક્ટની નિર્ણાયક સમિતિ દ્વારા આ સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી હતી. આ પછી ઈડીએ આ સંપત્તિને જપ્ત કરી હતી. 10 એપ્રિલે સમિતિએ તેના અગાઉના નિર્ણયને યથાવત રાખ્યો હતો. સમિતિએ તેના આદેશમાં કહ્યું કે, તેને લાગે છે કે ઈડી દ્વારા જોડાયેલ જંગમ સંપત્તિ અને ઇક્વિટી શેર મની લોન્ડારિંગ દ્વારા મેળવવામાં આવ્યા છે. આ આદેશ સાથે, એજન્સી હવે દિલ્હીના આઈટીઓમાં હેરાલ્ડ હાઉસ, મુંબઈ, લખનઉ અને અન્ય ઘણા સ્થળોએ જમીન અને ઈમારતોનો કબજો લઈ શકે છે. જો કે, તેમનો કબજો ત્યારે જ લઈ શકાશે જ્યારે ટ્રાયલ કોર્ટ ઈડીની તરફેણમાં ચુકાદો આપે. ઈડીએ ગયાં વર્ષે નવેમ્બરમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) અને યંગ ઈન્ડિયા (વાયઆઈ) સામે પીએમએલએ હેઠળ આ મિલકતો જપ્ત કરી હતી. નેશનલ હેરાલ્ડ એજેએલ દ્વારા પ્રકાશિત થાય છે અને યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડની માલિકી ધરાવે છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી યંગ ઈન્ડિયાના સૌથી વધુ શેર ધરાવે છે. બંને પાસે 38-38 ટકા શેર છે. આ કેસમાં ઈડીએ 3 ઓગસ્ટ 2022ના દિલ્હીના હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસને સીલ કરી દીધી હતી. ગયાં વર્ષે 2 અને 3 ઓગસ્ટના ઈડીની ટીમે દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત નેશનલ હેરાલ્ડના 16 સ્થળોએ સવારથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા. સોનિયા અને રાહુલની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

તપાસ એજન્સીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેણે સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી અને તેમના નિવેદનો નોંધ્યા. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડીએ વધુમાં જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે યંગ ઈન્ડિયા પાસે દિલ્હી, મુંબઈ અને લખનઉમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ની માલિકીની રૂા. 661.69 કરોડની ગેરકાયદેસર મિલકતો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024