• બુધવાર, 22 મે, 2024

દ્રમુક પાસે ભ્રષ્ટાચારનો કોપીરાઈટ

-પાર્ટી એક પારિવારિક કંપની બની ગઈ છે, તેમણે એન્ટી-તમિલ કલ્ચરને પ્રોત્સાહન આપ્યું : મોદી

ચેન્નાઈ, તા. 10 : લોકસભા ચૂંટણી માટેના પ્રચારમાં વડાપ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રવાસે છે. મોદીએ વેલ્લોરમાં જનસભાને સંબોધતી વખતે કહ્યું, દ્રમુક પાસે કરપ્શનના કોપીરાઇટ છે. આખો પરિવાર મળીને તમિલનાડુને લૂંટવાનું કામ કરી રહી છે. પાર્ટી એક ફેમિલી કંપની બની ગઈ છે, તેમણે એન્ટી-તમિલ કલ્ચરને પણ પ્રોત્સાહન આપ્યું છે.

મોદીએ કહ્યું કે, દ્રમુક તમિલનાડુને જૂના વિચારમાં ફસાવીને રાખવા ઇચ્છે છે. દ્રમુકના ફેમિલી પોલિટિક્સના કારણે અહીંના યૂથને આગળ વધવાની તક મળી રહી નથી. આ પાર્ટીમાં આગળ વધવા માટે ત્રણ ક્રાઇટેરિયા છે. પહેલો-ફેમિલી પોલિટિક્સ, બીજો-કરપ્શન અને ત્રીજો એન્ટી તમિલ કલ્ચર.

2014 પહેલાં ભારતની અર્થવ્યવસ્થા ઘણી નબળી હતી. દેશમાં માત્ર કૌભાંડના સમાચાર આવતા હતા. ભારત વિશે ઘણી બધી ખરાબ વાતો કહેવામાં આવી હતી. ભારતની અર્થવ્યવસ્થા કોઈપણ સમયે નિષ્ફળ થઈ શકે છે, પરંતુ હવે ભારત વિશ્વમાં એક મોટી શક્તિ તરીકે ઊભરી આવ્યું છે. તમિલનાડુએ આમાં મોટી ભૂમિકા ભજવી છે.  એનડીએ સરકાર વેલ્લોરના લોકોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. વેલ્લોર એરપોર્ટનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ સાથે વેલ્લોર એર કનેક્ટિવિટીના નકશા પર આવી જશે. 2014થી અહીં રેલવેનો પણ વિકાસ થયો છે. સ્ટેશનોની સંખ્યા સાથે ટ્રેનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક