• શનિવાર, 27 જુલાઈ, 2024

‘ભારત ટેક્સ 2024’નું ઉદ્ઘાટન

ટેક્સ્ટાઈલ ઉદ્યોગને વૈશ્વિક ક્ષિતિજો વિસ્તારવા PMની હાકલ

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 26 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમમાં વૈશ્વિક ટેક્સટાઈલ ઈવેન્ટ ‘ભારત ટેક્સ 2024’નું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં ટેક્સટાઈલ ક્ષેત્રના યોગદાનને હજી વધારવા માટે સરકાર કાર્યરત છે. સરકાર પરંપરા, ટૅક્નોલૉજી, પ્રતિભા અને પ્રશિક્ષણ (ટ્રેડિશન, ટૅક્નોલોજી, ટેલન્ટ, ટ્રેનિંગ) પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

તેમણે ક્હયું કે ‘ભારત ટેક્સ 2024’ ટેક્સટાઈલ ક્ષેત્રેઁ ભારતની અસાધારણ ક્ષમતાઓને ઉજાગર કરવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. ટૅક્સટાઈલ ઉપરાંત ખાદીએ પણ દેશની મહિલાઓને નવી શક્તિ આપી છે. ભારત ટેક્સના તાંતણા ભારતના ગૌરવશાળી ઈતિહાસને આજની પ્રતિભા સાથે જોડી રહ્યા છે. તેમણે કહ્યું કે આજનો આ કાર્યક્રમ એક રીતે અનોખો છે કારણે કે આ કાર્યક્રમ ભારતના બે સૌથી મોટા પ્રદર્શન કેન્દ્ર, ભારત મંડપમ અને યશોભૂમિમાં યોજાઈ રહ્યો છે.

ત્રણ હજાર કરતાં વધુ પ્રદર્શક, એકસો દેશોના ત્રણ હજાર ખરીદદાર અને 40000 ટ્રેડ વિઝિટર્સ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વમાં કપાસ, શણ અને રેશમના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક છે અને લાખો ખેડૂતો આ કામમાં કાર્યરત છે. સરકાર કપાસ ઉત્પાદક ખેડૂતો પાસેથી લાખો ક્વિન્ટલ કપાસની ખરીદી કરીને તેમને ટેકો આપી રહી છે એવું પણ તેમણે જણાવ્યું.

સરકારની કસ્તુરી કોટન યોજનાનો ઉલ્લેખ કરતાં તેમણે ક્હયું કે આ યોજના ભારતની પોતાની ઓળખ ઊભી કરવાની દિશામાં એક મોટું પગલું બનવા જઈ રહી છે. સ્થિર અને દૂરદર્શી સરકારના પ્રયાસોની સકારાત્મક અસર ટેક્સટાઈલ ક્ષેઁત્રે સારી રીતે નિહાળી શકાય છે.

વડા પ્રધાને કહ્યું કે 2014માં ટેક્સટાઈલ માર્કેટનું મૂલ્યાંકન રૂા. સાત લાખ કરોડ કરતાં ઓછું હતું અને આજે એ 12 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ થઈ ગયું છે. છેલ્લા દસ વર્ષમાં યાર્ન, ફેબ્રિક અને વસ્રોના ઉત્પાદનમાં પચીસ ટકાનો વધારો થયો છે. સરકાર ટેક્સટાઈલ ક્ષેત્રમાં ગુણવત્તા નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નેશનલ ઈન્સ્ટિટયુટ અૉફ ફેશન ટૅક્નોલૉજી (એનઆઈએફટી)નું નેટવર્ક દેશની 19 ઈન્સ્ટિટયુટ સુધી પહોંચી ગયું છે. આસપાસના વિસ્તારોના વણકરો અને કારીગરોને પણ આ સંસ્થાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારે મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ (એમએસએમઈ) ઉદ્યોગો માટે પણ અનેક પગલાં ભર્યા છે. આ ક્ષેત્રે રોકાણ અને ટર્નઓવરની શક્યતાઓ જોતાં એમએસએમઈની  પરિભાષામાં સંશોધન કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે કહ્યું. એથી કંપનીઓને સરકારી લાભ મેળવવામાં મદદ મળશે. કારીગરો અને બજાર વચ્ચેનું અંતર ઓછું કરવાનો પણ સરકારે પ્રયાસ ર્ક્યો હોવાનું તેમણે કહ્યું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024