• શનિવાર, 27 જુલાઈ, 2024

કાવતરુ, મની લોન્ડ્રિંગ, આરોપીઓની મદદ...

‘આપ’ સાંસદ સંજય સિંહ વિરુદ્ધ ઈડીની 60 પાનાની ચાર્જશીટ 

નવી દિલ્હી, તા.ર : દિલ્હીના કથિત દારૂનીતિ કૌભાંડ મામલે ઈડીએ જેલમાં બંધ આપ સાંસદ સંજય સિંહ વિરુદ્ધ 60 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં તેમના પર નાણાંની લેણદેણનો આરોપ લગાવાયો છે.

ઈડીએ ગત 4 ઓકટોબરે સંજય સિંહની ધરપકડ કરી હતી. એજન્સીઓ આરોપ લગાવ્યો કે રદ થઈ ચૂકેલી એક્સાઈઝ નીતિ બનાવવા  અને તેના અમલીકરણમાં સંજય સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેનાથી કેટલાક દારૂ નિર્માતાઓ, જથ્થાબંધ અને છૂટક વેપારીઓને ફાયદો થયો. જો કે સંજય સિંહે આવા આરોપને રદિયો આપ્યો છે. સૂત્રો અનુસાર ઈડીએ ચાર્જશીટમાં સાંસદ સંજય સિંહ પર દારૂનીતિ કૌભાંડમાં કાવતરુ, મની લોન્ડ્રિંગ અને આરોપીઓની મદદ કર્યાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટ 4 ડિસેમ્બરે બપોરે ર કલાકે આ મામલે સુનાવણી કરશે.

કોર્ટે સંજય સિંહની જામીન અરજી પર ઈડી પાસે 6 ડિસેમબર સુધીમાં જવાબ માગ્યો હતો. કોર્ટની સમય મર્યાદા પહેલા જ ઈડીએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. સંજય સિંહે એક અરજી કરી છે જેમાં દાવો કર્યો હતો કે તેમને આગળ કસ્ટડીમાં રાખવાથી કોઈ ઉદ્દેશ પૂરો નહીં થાય.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024