• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ચૂંટણી નજીક આવતાં સુપ્રીમ કોર્ટ રાજકીય મુકદ્દમાબાજીનું કેન્દ્ર બની જાય છે: સીજેઆઈ

નવી દિલ્હી, તા.1: ચૂંટણી નજીક આવે તેમ-તેમ સર્વોચ્ચ અદાલતમાં છેતરપિંડીનાં કેસ વધવા લાગે છે અને કોર્ટ રાજકીય મુકદ્દમાબાજીનું કેન્દ્ર બની જતી હોય છે તેવું દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું છે. 

સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન(એસસીબીએ) દ્વારા શીર્ષ અદાલતમાં ગુરુવારે આયોજિત બંધારણ દિવસ સમારોહમાં સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું હતું કે, આપણાં સૌનું સહઅસ્તિત્વ છે અને ભારતીય બંધારણ આપણને કહે છે કે, કાં તો આપણે જીવિત રહીશું અથવા તો એકસાથે નષ્ટ થઈ જશું.

દિલ્હીનાં મુખ્ય સચિવની નિયુક્તિ વિશે વાત કરતાં તેમણે ચૂંટણી નજીક આવતા સર્વોચ્ચ અદાલત રાજકીય કેસબાજીનું કેન્દ્ર બની જતું હોવાનું ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, એ સમયમાં રાજકીય કેસો વધી જાય છે. આટલું જ નહીં તેમણે એક રસપ્રદ ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, હું ફેંસલો સંભળાવી રહ્યો હતો ત્યારે વિરોધ પક્ષનાં વકીલ અંદરોઅંદર હંસી-મજાક કરતા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક