• શનિવાર, 27 જુલાઈ, 2024

હિંદ મહાસાગરમાં ચીનની હરકતો ઉપર નજર : નૌસેના પ્રમુખ

એડમિરલ હરિકુમારે કહ્યું, કતરમાં સજાનો સામનો કરતા ભારતીયો માટે પણ દરેક સંભવ પ્રયાસ થઈ રહ્યો છે

નવી દિલ્હી, તા. 1 : નૌસેનાની વધતી શક્તિની સાક્ષી પૂરી દુનિયા બની રહી છે. આગામી સમયમાં નૌસેનામાં ઘણા નવા અને અત્યાધુનિક હથિયાર સામેલ કરવામાં આવશે. જેનાથી ક્ષમતામાં વધારો થશે. નૌસેનાની વધતી ક્ષમતા અને ભવિષ્યના પડકારોને લઈને નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમારે વાત કરી છે. તેમણે ચીન સાથે કતર સાથે ભારતના સંબંધોને લઈને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે નૌસેનાની ચીનની દરેક હરકત ઉપર નજર છે. જ્યારે કતરમાં જે ભારતીયો ફસાયા છે તેને લાવવાના પ્રયાસ કરવામાં ાવી રહ્યા છે.

એડમિરલ હરિ કુમારે કહ્યું હતું કે ચીનની નૌસેના મોટી છે અને હિંદ મહાસાગરમાં તેની હાજરી છે. જો કે ચીનની દરેક હરકત ઉપર નજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાન નેવીને પણ અધિકાર છે કે તે પોતાનો વિસ્તાર કરે. ભારતીય નૌકાદળ પણ સ્થિતિને ધ્યાને લઈને બદલાવ કરતું રહે છે. વર્તમાન સમયે 67 યુદ્ધ જહાજ બની રહ્યા છે. જેમાંથી 55થી વધારે દેશમાં તૈયાર થઈ રહ્યા છે. એરક્રાફ્ટ કેરિયર પણ દેશમાં જ બની ચૂક્યું છે. સબમરીનની ડિઝાઈન તૈયાર થઈ રહી છે અને તેનું નિર્માણ પણ થશે. એચએએલ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ માટે કામ કરી રહ્યું છે. નૌસેના પ્રમુખે આગળ કહ્યું હતું કે, ભારત સરકાર કતરમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા આઠ પૂર્વ નૌસેનિકોને પરત લાવવા દરેક સંભવ પ્રયાસ કરી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024