• મંગળવાર, 18 જૂન, 2024

ભાજપનું ધર્મનું કાર્ડ ચાલી ગયું તો વાત અલગ છે : ગેહલોત પરિણામ પહેલાં મુખ્યમંત્રીનો ફરી સરકાર બનાવવાનો દાવો

જયપુર, તા. 30 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પહેલાં પક્ષની જીત પર વિશ્વાસ ન હોય તેવી પ્રતીતિ કરાવતા નિવેદનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપનું ‘ધર્મકાર્ડ’ નહીં ચાલે તો અલગ વાત છે નહીંતર, કોંગ્રેસ ફરી સરકાર બનાવશે તેમ જણાવ્યું હતું.

મીડિયાને સંબોધતાં ગેહલોતે કહ્યું હતું કે, એક્ઝિટ પોલ અને સર્વેને બાજુ પર મૂકી દો. કોંગ્રેસ ફરી સત્તામાં આવશે. ભાજપે લોકોનું ધ્રુવીકરણ કરવાની ઘણી કોશિશ કરી. અમે વિકાસ કર્યો છે તેવું ભાજપના મતદાતાઓ પણ કહી રહ્યા છે, પણ ભાજપે ધર્મનાં નામે લોકોને ડરાવવાની નીતિ અપનાવી હોવાથી ધર્મકાર્ડના આધારે પરિણામ બદલે તેવું બની શકે છે. જોકે, પાંચેય રાજ્યમાં ભાજપને સત્તા નહીં મળે તેમ પણ ગેહલોતે ઉમેર્યું હતું.

નોંધનીય છે કે, 200 બેઠક ધરાવતા રાજસ્થાનમાં કુલ 74.96 ટકા મતદાન થયું છે, જે 2018ની ટકાવારી કરતાં 0.9 ટકા વધુ છે. ઉલ્લેખનીય છે કે, પાછલાં ત્રીસ વર્ષથી સરકાર બદલવાનો દોર ચાલુ રહ્યો છે. 1993માં ભાજપે સરકાર બનાવી, 1998માં કોંગ્રેસે, તો 2003માં ફરી ભાજપ અને 2008માં ફરી કોંગ્રેસ તેવી  જ રીતે 2013માં ભાજપ અને 2018માં કોંગ્રેસે સત્તા મેળવી. હવે 2023માં કોણ સરકાર બનાવે છે તે જોવું રહ્યું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024