15 ઓગસ્ટના ફરીદકોટમાં નિશાન: મંદિર, કોલેજ પર મુર્દાબાદના નારા લખાશે
અમૃતસર, તા. 7 : ખાલિસ્તાની આતંકવાદી
સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુએ
હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને હત્યા કરવાની ધમકી આપી હતી.
પન્નુએ વીડિયો જારી કરીને કહ્યું
હતું કે, આ વખતે 15મી ઓગસ્ટના ફરીદકોટમાં ભગવંત માન નિશાન પર હશે. અમે માન દ્વારા ધ્વજવંદનનો
વિરોધ કરીએ છીએ.
વીડિયોમાં ખાલિસ્તાની આતંકવાદીએ
દાવો કર્યો હતો હતો કે, અમૃતસરમાં બસસ્ટેશન પાસે મંદિર, કોર્ટ?પરિસર અને ખાલસા કોલેજની
દીવાલો પર ખાલિસ્તાની અને માન મુર્દાબાદના નારા લખશું.
હિન્દુઓ ખાલિસ્તાનના પક્ષમાં
નહીં બોલે તો ખાલિસ્તાન બન્યા બાદ કાનૂની રીતે તેમની પાસેથી હિસાબ મગાશે, તેવી ધમકી
પણ શીખ ફોર જસ્ટિસના વડા આતંકી પન્નુએ આપી હતી.