કેરળ હાઈ કોર્ટ દ્વારા ગઇંઅઈંની ઝાટકણી : ગઇં-544 ઉપર ટોસ વસૂલાત ચાર અઠવાડિયા માટે રોકવાનો આદેશ
નવી દિલ્હી, તા. 7 : કેરળ હાઈ
કોર્ટે નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ની ઝાટકણી કાઢતા એક નેશનલ હાઈવે ઉપર
ચાર અઠવાડીયા માટે ટોલ વસૂલવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.કોર્ટે એડાપલ્લીથી મન્નુથી
જતા નેશનલ હાઈવે-544ની ખરાબ હાલત છતાં વસૂલવામાં આવતા ટોલ ટેક્સને લઈને દાખલ અરજી ઉપર
સુનાવણી દરમિયાન નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટ અનુસાર પૂરા રસ્તાની હાલત ખરાબ છે અને
વ્યવસ્થા લથડી છે તો પછી જનતા પાસેથી કઈ બાબતનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.
જસ્ટિસ એ મુહમ્મદ મુસ્તાક અને
જસ્ટિસ હરિશંકર વી મેનનની બેંચે આ મામલે એનએચએઆઈની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું
હતું કે, એનએચએઆઈ અને તેના એજન્ટસની જવાબદારી છે કે જનતા માટે સુરક્ષા અને સરળ જગ્યા
બનાવવામાં આવે. જો કોઈ કારણથી શક્ય ન બનેતો ટોલ ટેક્સ વસુલવો કાનૂની રીતે ખોટો છે.
કોર્ટે કહ્યું હતું કે જનતા અને સરકાર વચ્ચે ભરોસાનો સંબંધ હોવો જોઈએ જ્યારે સરકાર
ભરોસા ઉપર ખરી ન ઉતરે તો જનતા ઉપર બળજબરી ટેક્સ થોપી શકાય નહી. કોર્ટે સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે કોઈપણ કોન્ટ્રાક્ટ
અથવા સમજૂતિ સામાન્ય જનતાના હિતથી વધારે મહત્ત્વપૂર્ણ ન હોય શકે. જો સડક ઉપયોગને લાયક ન હોય તો માત્ર સમજૂતિ કે કોન્ટ્રાક્ટનું
બહાનું આપીને ટોલ વસૂલ કરવો અયોગ્ય છે. કોર્ટે નિર્ણયમાં ચાર અઠવાડીયા માટે ટોલ વસૂલાત
ઉપર રોક મુકી હતી અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા કહ્યું હતું કે, જનતાની ફરિયાદ
સાંભળીને તેનું નિરાકરણ કરવું પડશે.