• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

મોદીની વિદેશ નીતિ નિષ્ફળ : ખડગે

અમેરિકાના ટેરિફ હુમલા પર કોંગ્રેસ અધ્યક્ષના સરકાર પર આકરા પ્રહાર

નવી દિલ્હી, તા. 7 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા બેવડા ટેરિફ બાદ ભારત સરકારની વિદેશ નીતિ નિષ્ફળ ગઈ હોવાનો આરોપ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લગાવ્યો હતો.

એક મીડિયા હેવાલ મુજબ, ખડગેએ કહ્યું હતું કે, ટ્રમ્પનું આ પગલું એવા સમયે આવ્યું છે, જ્યારે ભારતની કૂટનીતિ નબળી અને ભ્રમિત દેખાઈ રહી છે. ખડગેએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંકટથી બહાર નીકળવામાં પૂરી રીતે નિષ્ફળ ગયા છે અને હવે ટ્રમ્પ ભારત પર વધુ દબાણ બનાવી રહ્યા છે.

મોદી પર વધુ નિશાન સાધતાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, તમે અમેરિકા સાથે વેપાર સંધિ કરી શક્યા નહીં. તમારા મંત્રીઓ મહિનાઓ સુધી વાતચીત કરી રહ્યા હતા, તો કેટલાક તો વોશિંગ્ટનમાં અડ્ડો જમાવીને બેઠા હતા, તેમ છતાં કશું થયું નહીં અને હવે અમેરિકા તરફથી મોટો ઝાટકો મળ્યો છે, પણ મોદી ચૂપ છે.

સોશિયલ મીડિયામાં ખડગેએ લખ્યું હતું કે, મોદીનું ચૂપ રહેવું એ મોટા સવાલ ઊભા કરે છે અને બીજી તરફ ટ્રમ્પ ભારતને ધમકીઓ આપવા સાથે દબાણ કરી રહ્યા છે. મોદીએ તે વખતે પણ ચૂપ રહ્યા હતા, જ્યારે 2024માં ટ્રમ્પે બ્રિક્સને મૃત કહ્યુyં હતું અને 100 ટકા ટેરિફની ધમકી આપી હતી.

આ સાથે કોંગ્રેસ નેતાએ ટેરિફ વધતાં ભારતની આર્થિક સ્થિતિ અંગે પણ ચિંત વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, 50 ટકા ટેરિફથી ભારત પર અંદાજિત 3.75 લાખ કરોડનો આર્થિક બોજ વધશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક