ચીની વિદેશ પ્રવક્તા ગુઓએ કહ્યું : આ વેપારી ઉપાયોનો દુરુપયોગ; રાજદૂતે ટ્રમ્પને બદમાશ કહ્યા
નવી દિલ્હી, તા. 7 : ‘ભારતવિરોધી’
વલણ માટે કુખ્યાત ચીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડેલા ‘ટેરિફ બોમ્બ’
પર તીખા પ્રહાર કરીને ભારતને સમર્થન જાહેર કર્યું હતું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા
ગુઓ જિયાકુને ગુરુવારે પત્રકારોને સંબોધતાં ટ્રમ્પનાં પગલાંને વેપારી ઉપાયોનો દુરુપયોગ
લેખાવી અમેરિકાની આકરી ટીકા કરી હતી.
ચીન હંમેશાંથી ટેરિફના દુરુપયોગનો
વિરોધ કરતું આવ્યું છે. આ મુદ્દે અમારું વલણ
સ્પષ્ટ અને સ્થાયી છે, તેવું તેમણે ઉમેર્યું હતું. નવી દિલ્હીમાં ચીનના રાજદૂત શુ ફેઈહોંગે
પણ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ‘બદમાશ’ કહી દીધા હતા. ટ્રમ્પની ટેરિફનીતિને તેમણે
વૈશ્વિક વ્યાપાર વ્યવસ્થા મળે ખતરો લેખાવી હતી.
ટ્રમ્પની ટીકા કરતાં ચીની રાજદૂતે
નોંધ્યું હતું કે, ‘બદમાશ’ને એક ઈંચ આપો તો તે એક માઈલ લઈ લે છે.
અન્ય દેશોને દબાવવા માટે ટેરિફનો
ઉપયોગ અવિવેકીપણે કરવો એ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે.
------
ટ્રમ્પના ટેરિફ એટેક વચ્ચે ભારત
આવશે પુતિન
ગજઅ ડોભાલે કરી પુષ્ટિ : વર્ષના
અંતે મુલાકાતની સંભાવના
મોસ્કો, તા. 7 : રશિયા પાસેથી
ક્રૂડ ખરીદવાના કારણે ભારત ઉપર અમેરિકાની ધોંસ બોલાવવાની કોશિશ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિન ભારતની યાત્રા કરે તેવી સંભાવના છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત
ડોભાલે ગુરુવારે પુતિનની ભારત યાત્રાની પુષ્ટી કરવાની સાથે કહ્યું હતું કે હજી તારીખ
નક્કી કરવામાં આવી નથી. ડોભાલ વર્તમાન સમયે મોસ્કોના પ્રવાસે છે.
જો કે રશિયન સમાચાર એજન્સી ઈન્ટરફેક્સના રિપોર્ટ અનુસાર પુતિનની
મુલાકાત વર્ષના અંતમાં થઈ શકે છે. રશિયન મીડિયા ઈન્ટરફેક્સે પહેલા દાવો કર્યો હતો કે
પુતિનનો ભારત પ્રવાસ ઓગસ્ટ મહિનાના અંતમાં થઈ શકે છે. જો કે બાદમાં આ મુલાકાત વર્ષના
અંતમાં થવાની સંભાવના વ્યક્ત કરી હતી.