• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

પોતાના જ પગ પર પથ્થર મારે તેવો વિપક્ષ કયાં મળશે ? : મોદી

એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધતા વડાપ્રધાન : ઓપરેશન સિંદૂર પર ચર્ચાને ગણાવી વિપક્ષની ભૂલ 

નવી દિલ્હી, તા. પ : વડાપ્રધાન મોદીએ મંગળવારે યોજાયેલી એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધતા સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરાવવાને વિપક્ષની ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યંy કે ઓપરેશન સિંદૂર દેશની સેનાનું સન્માન છે અને તેને દેશની સામે લાવવું જરૂરી છે. વિપક્ષે આ મુદ્દે ચર્ચા કરાવવાની માગ કરીને સેલ્ફ ગોલ કર્યો છે. કટાક્ષમાં કહ્યું કે, આવો વિપક્ષ કયાં મળશે જે પોતાના જ પગ ઉપર પથ્થર મારે છે.

રાહુલ ગાંધીને ટાંકતા કહ્યંy કે હવે આપણે શું કહીએ, જ્યારે સુપ્રીમ કોર્ટે જ કહી દીધું છે. આતો પથ્થર મારવાનું નહીં, આ બેલ મુજે માર જેવી સિથતી છે. આવા ડિબેટ રોજ કરાવો, આ મારું ફિલ્ડ છે જેના પર ભગવાન મારી સાથે છે.

સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદીએ કહયુ કે વિપક્ષ એસઆઈઆર (મતદાર યાદી સુધારણાં યોજના) જેવા મુદ્દે દેશને ગેરમાર્ગે દોરી રહ્યો છે પરંતુ જનતા બધું જોઈ રહી છે. આ મુદ્દે ચર્ચાની માગ અયોગ્ય છે. વધુમાં હર ઘર તિરંગા અભિયાનને એક સારું અને પ્રેરણાદાયી અભિયાન ગણાવ્યં અને તમામ સાંસદોની તેમાં સક્રિય ભાગીદારીની અપીલ કરી હતી. તેમણે સાંસદોને અઆગામી કાર્યક્રમોમાં જોરશોરથી ભાગ લેવાની અપીલ કરતાં કહ્યું કે અને ખાસ તિરંગા યાત્રા અને રાષ્ટ્રીય ખેલ દિવસ જેવા આયોજન પોતપોતાના મતક્ષેત્રમાં કરાવવા અપીલ કરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક