નવી દિલ્હી, તા. પ: રાહુલ ગાંધી વિશે સુપ્રીમ કોર્ટની વેધક ટિપ્પણીઓ પછી કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ પોતાનાં ભાઈ અને વિપક્ષનાં નેતા રાહુલનાં બચાવમાં બેધડક કહ્યું હતું કે, કોણ સાચું ભારતીય છે એ સુપ્રીમ કોર્ટ નક્કી કરી શકે નહીં.
પ્રિયંકાએ આગળ કહ્યું હતું કે,
સરકારને સવાલ કરવા રાહુલ ગાંધીની જવાબદારી છે કારણ કે તેઓ લોકસભામાં વિપક્ષનાં નેતા
છે. ઉલ્લેખનીય છે કે, લદ્દાખમાં ચીનની સેના સાથે ભારતીય સૈનિકોનાં ઘર્ષણ મુદ્દે એક
કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, કોઈપણ સાચો ભારતીય આવી વાત
ન કરે. જેની સામે પ્રિયંકાએ હવે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.
પ્રિયંકાએ કહ્યું હતું કે, માનનીય
ન્યાયધીશો પ્રત્યે પૂર્ણ આદર સાથે કહેવા માગું છું કે, તેઓ એ નક્કી ન કરી શકે કે સાચો
ભારતીય કોણ છે? સરકારને સવાલ કરવા વિપક્ષનાં નેતાનું કર્તવ્ય છે. મારો ભાઈ ક્યારેય
પણ સેનાની ખિલાફ બોલે નહીં અને સેનાનું સન્માન કરે છે. તેનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો
છે.