• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

આખે આખી ગાઝા પટ્ટી કબજે કરવા સેનાને નેતન્યાહૂનો આદેશ

સેનાનાં વડાને ચેતવણી : કબજો કરો કે પછી રાજીનામું આપો : ગાઝામાં વધુ મોત વરસશે

નવી દિલ્હી, તા.પ: ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ પોતાની સેનાને સમગ્ર ગાઝા પટ્ટી ઉપર પૂર્ણ કબ્જો કરી લેવાનો આદેશ આપી દીધો છે. આ આદેશ હમાસ ઉપર દબાણ વધારવાનાં ઈરાદાથી આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જેથી હમાસનાં બાનમાં રહેલા ઈઝરાયલનાં બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરી શકાય.

નેતન્યાહૂનાં આ આદેશને છેલ્લા બે વર્ષથી ચાલતા યુદ્ધ વચ્ચે એક મહત્વનો વળાંક માનવામાં આવે છે કારણ કે આ પહેલા સુધી ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીનાં માત્ર 7પ ટકા વિસ્તારો ઉપર જ નિયંત્રણ કરી રાખેલું હતું.

હવે ઈઝરાયલી સુરક્ષા દળ બાકીનાં 2પ ટકા વિસ્તાર ઉપર પણ કબ્જો કરી લેવાની તૈયારીમાં છે. ગુપ્તચર જાણકારી અનુસાર આ ક્ષેત્રોમાં જ હમાસે ઈઝરાયલનાં બંધકોને ગોંધી રાખેલા છે. મળતાં અહેવાલો અનુસાર નેતન્યાહૂનાં કાર્યાલયે આઈડીએફનાં ચીફ ઓફ સ્ટાફને સાફ શબ્દોમાં આદેશ આપ્યો છે કે, નિર્દેશનું પાલન કરો અન્યથા રાજીનામું આપો. ઈઝરાયલનાં બંધકોનાં કમકમાટી છૂટી જાય તેવી દયનીય હાલતનાં વીડિયો બહાર આવ્યા બાદ નેતન્યાહૂ તરફથી આ આદેશ આપવામાં આવ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક