• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ભારતનું સેમીકંડક્ટર માર્કેટ 2030 સુધીમાં થશે ત્રણ ગણું

અમેરિકા અને ચીનને મળશે ટક્કર : ઉત્પાદનમાં હિસ્સેદારી 6.21 ટકા સુધી પહોંચવાનું અનુમાન

નવી દિલ્હી, તા. 4 : ભારતમાં સેમીકંડક્ટરનો ઉપયોગ મોટા સ્તરે થાય છે અને હવે ભારતમાં ઉપયોગ સાથે ઉત્પાદન પણ થવા લાગ્યું છે. ભારતમાં ઝડપથી ચિપ બનાવવાનું કામ થઈ રહ્યું છે, જેના કારણે સેમીકંડક્ટર ઈન્સ્ટ્રી  વિકાસ કરી રહી છે. ઘરેલુ ચિપ માર્કેટ 2023મા 38 અબજ ડોલર સુધીનું હતું અને નાણાકીય વર્ષ 2024-25મા 45થી 50 અબજ ડોલર હતું. આ માર્કેટ 2030 સુધીમાં 100થી 110 બિલિયન ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે.

જો ભારત ટાર્ગેટ મેળવશે તો અમેરિકા અને ચીનની શ્રેણીમાં સામેલ થઈ જશે. જેની સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીઝ ટ્રિલિયન ડલલરની છે. 2023મા ચીનનું સેમીકંડક્ટર માર્કેટ 177.8 અબજ ડોલરનું હતું જે ગ્લોબલ માર્કેટના 32 ટકા હિસ્સો છે. જ્યારે મેન્યુફેક્ચરિંગની વાત કરવામાં આવે તો 16થી 18 ટકા ઉત્પાદન કરે છે. અમેરિકાનું ચિપ માર્કેટ વર્ષ 2023માં 130 અબજ ડોલર હતું. જે ગ્લોબલ માર્કેટના 25 ટકા છે. જો કે અમેરિકા માત્ર 12 ટકા જ ઉત્પાદન કરે છે.

ભારતનું 2024મા કુલ સેમીકંડક્ટર માર્કેટ 45 અબજ ડોલર હતું. જે કુલ ગ્લોબલ માર્કેટમાં 1 ટકા ઉત્પાદન છે. જો કે ભારતની ચિપ માર્કેટ 16 ટકાના દરે વિકાસ કરી રહ્યું છે એટલે કે 2030 સુધીમાં ગ્લોબલ માર્કેટમાં 6.21 ટકા સુધી હિસ્સેદારી હશે. તેવામાં કહી શકાય કે ભારત ગ્લોબલ સેમિકંડક્ટર માર્કેટમાં એક વિકાસ પામતો દેશ છે.

ઇ-પેપરના નવા શુલ્ક