• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું

લોખંડનો વીજપોલ હોવાથી જાનહાની અટકાવવા માટેની સ્થાનિકોની રજૂઆતને લઈ તંત્ર દ્વારા તાત્કાલિક સિમેન્ટનો વીજપોલ નાંખ્યો

કોટડા સાંગાણી, તા.16: કોટડા સાંગાણીમાં શનિવારે ચાલું વરસાદમાં લોખંડના વીજપોલને અડકી જતા વીજશોક લાગતા બળદનું મોત નીપજ્યું હતું. જેથી જાનહાની અટકાવવા સ્થાનિક લોકો દ્વારા લોખંડનો વીજપોલ બદલાવવા રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા તાત્કાલીક સિમેન્ટનો વીજપોલ નાંખવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ કોટડા સાંગાણીમાં આંબલી શેરીમાં શનિવારે સાંજના સમયે વરસાદ પડતા સમયે બળદ લોખંડના વીજપોલને અડી જતા વીજશોક લાગવાથી તેનું મોત નીપજ્યું હતું. ભારે અવરજવર ધરાવતી શેરીમાં બનાવ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.બાળકો અને લોકોની અવર જવર રહેતી હોવાથી ભવિષ્યમાં જાનહાની ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલીક પીજીવીસીએલની કચેરીએ દોડી જઈ નાયબ ઈજનેર જી.એસ.ચૌધરીને લોખંડનો પોલ બદલવા માટે અને સિમેન્ટ પોલ નાંખવાં રજૂઆત કરી હતી.જેથી પીજીવીસીએલ દ્વારા રજૂઆતને ધ્યાને લઈ રવિવારે સવારે જ આંબલી શેરીમાં આવેલો લોખંડનો વીજપોલ બદલાવી સિમેન્ટનો વીજપોલ નાંખી દેવામાં આવ્યો હતો.જેથી સ્થાનિક લોકોનો પ્રશ્ર હલ થતા વિસ્તારના લોકોએ તંત્રની ત્વરીત કામગીરીને બિરદાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક