• રવિવાર, 21 જુલાઈ, 2024

કાલાવડના રામપર રવેશીયા ગામે પ્રૌઢની હત્યાનો પ્રયાસ

જામનગર તા.15: કાલાવડ તાલુકાના રામપર રવેશીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મોહનભાઈ પુંજાભાઈ ચીખલીયા (ઉ.62) પોતાનું બાઈક લઈને દૂધ લેવા માટે જઈ રહયા હતા તે દરમિયાન માર્ગમાં પોતાના જ ગામના ગુલામ ઓસમાણભાઈ શમાનો ભેટો થયો હતો અને તેણે સરપંચ પદની ચૂંટણીના જૂના મનદુ:ખના કારણે હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ બેશુધ્ધ હાલતમાં ઢળી પડતા તેઓ મૃત્યુ પામ્યા છે તેવું અનુમાન લગાવીને હુમલાખોર આરોપી ભાગી છૂટયો હતો. દરમિયાન ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવી અને મોહનભાઈ ચીખલીયાની ફરિયાદના આધારે આરોપી ગુલમામદ ઓસમાણભાઈ સમા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદીનો પુત્ર સુનિલ કે જે અગાઉ સરપંચની ચૂંટણીમાં ઉભો હતો તે દરમિયાન આરોપી તેની વિરૂધ્ધમાં કામ કરતો હતો અને ત્યારથી બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા અને તેનું મનદુ:ખ રાખી આ હુમલો કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક