• મંગળવાર, 18 જૂન, 2024

16 કરોડનું ડ્રગ્સ કયાંથી આવ્યું? પોલીસ તપાસનો ધમધમાટ કેટલાક ડ્રગ્સના પેકેટમાંથી જથ્થો કાઢયાનું ખુલ્યું

ફખંભાળિયા, તા.10 :  હાલમાં ચોમાસાનો સમય હોવાના કારણે દરિયામાં બોટ-વહાણને જવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે બિનવારસી હાલતમાં રૂ.16 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છ ઁકે, દરીયામાં પ્રતિબંધ હોવા છતાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો બીનવારસી હાલતમાં મળી આવતા  અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે આ મામલે એમ પણ કહેવાય છે કે, દ્વારકા અને કચ્છ ગાંધીધામ વિસ્તાર ખાડી વિસ્તાર હોય ત્ંયાં ભરતી ઓટમાં અનેક વિસ્તારોમાં દિવસો સુધી ઓટના સમયમાં પાણી ભરાયેલું રહેતું હોય અને આ ખાડીનો વિસ્તાર દરિયાથી દુર હોય અહી કોથળીમાં પેક કરીને ડ્રગ્સનો જથ્થો ઉતારીને આંરિરાષ્ટ્રીય માર્કેટમાંથી લાવીને  ડ્રગ્સ પેડલરો નાસી છુટતા હોય છે અને બાદમાં સ્થાનિકોની મદદથી પોલીસના ધ્યાન બહાર આ જથ્થો લઈ સડક માર્ગે મુંબઈ તથા અન્ય શહેરોમાં મોકલી આપવામાં આવતો હોય છે.

દરિયાકાંઠેથી રૂ.16 કરોડનો બીનવારસુ હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર પણ વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી રહ્યંy છે. અગાઉ પણ ચરસનો જથ્થો બીનવારસુ હાલતમાં મળી આવેલ જે સંદર્ભે હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી તેમજ પકડાયેલ ડ્રગ્સના પેકેટમાંથી કેટલોક ડ્રગ્સનો જથ્થો કાઢી લેવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતં. પોલીસે આ વિસ્તારમાં બોટ-વહાણ માટે પ્રતિબંધ હોય આમ છતાં બિનવારસુ ડ્રગ્સનો જથ્થો મળી આવતા બોટ-વહાલ માલીકો સંદર્ભે પણ તપાસ હાથ ધરી સમગ્ર પ્રકરણના અંકોડા મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

સુરતમાં 34 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ત્રણ પકડાયા

સુરત, તા.10 : શહેરમાં પોલીસે અડાજણ પાટિયા ગોરાટ રોડ પરથી 34 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે અડાજણ પાટિયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક ફઝલ એપાર્ટમેન્ટની સામેથી પોલીસે મોપેડ સ્વાર સુલેમાન ઉર્ફે એસ.કે. કારૂક કરવા (ઉં.વ.36), મોહમદ જાવીદ ઉર્ફે ગુડ્ડુ મોહમદ જુબેર શેખ (ઉં.વ.30) અને એઝાઝ અયુબ સૈયદ (ઉં.વ.36)ને ઝડપી પાડી તેમની તપાસ કરતા તેમની પાસેથી 34.30 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કિં. રૂપિયા 3.43 લાખ મળી આવ્યું હતું. જેથી પોલીસે ડ્રગ્સ તથા સુલેમાનનું બર્ગમેન મોપેડ અને એઝાઝનું એક્સેસ અને રોકડા રૂ.60 હજાર અને 2 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 6.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ પોતાની નશાની લત સંતોષવાની સાથે વૈભવી જીવનશૈલી જીવવા અને પોતાના મોજશોખ પૂરા કરવા મુંબઈના શાંતાક્રૂઝ બસ ડેપો નજીક રહેતા મુસા નામના યુવાનનો વ્હોટ્સેપ અને વર્ચ્યુઅલ મોબાઇલ નંબરથી કોન્ટેક્ટ કરી ડ્રગ્સ સુરત લાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં વેચાણ કરતા હોવાની કબૂલાત કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક