• શુક્રવાર, 03 મે, 2024

ધોરાજી બેંકમાં ખેડૂતના એક લાખ તફડાવનાર પરપ્રાંતીય મહિલા ટોળકી ઝડપાઇ

ધોરાજી, તા.19 : ધોરાજીમાં રહેતા ખેડુત ખેતીના ધીરાણની ફેરબદલી માટે ધોરાજીમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી રૂ.1 લાખની રકમ ઉપાડી હતી અને બાદમાં બેંક પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે લાઈનમાં ઉભા હતા ત્યારે ખેડુતની પાછળ લાઈનમાં ઉભેલી બે અજાણી મહિલાએ ખેડુતની નજર ચુકવી થેલીમાંથી રૂ.1 લાખની રકમની તફડાવી ફરાર થઈ ગઈ હતી. આ બનાવ અંગે ખેડુતની ફરિયાદ પરથી બે અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે બેકના સીસીટીવી કેમેરાના ફુટેજ તથા બાતમીના આધારે જુનાગઢ રેલ્વે સ્ટેશન પરથી એમપી પંથકની રાધીકાબેન ચેતન સીસોદીયા, મમતાબેન આશીષ સીસોદીયા, માલતીબેન ધર્મેન્દ્રસિહ સીસોદીયા, અનુરાધા પ્રદીપ સીસોદીયા અને સ્વેતાબેન માધવસીગ સીસોદીયાને ઝડપી લઈ એક લાખની રોકડ અને ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક