• શુક્રવાર, 03 મે, 2024

       રાજકોટ સહિત પાંચ જિલ્લામાંથી 47 હજારથી વધુ શખસની અટકાયત

   રર8 શખસ પાસામાં ધકેલાયા : 449 શખસને હદપાર કરાયા

રાજકોટ, તા.19 : આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને રાજકોટ રેન્જ આઇજી દ્વારા રાજકોટ સહિત પાંચ જિલ્લામાંથી 47 હજારથી વધુ શખસની અટકાયત કરવામાં આવી હતી અને રર8 શખસને પાસામાં ધકેલી દેવામાં આવ્યા હતા અને 449 શખસને હદપાર કરવામાં આવ્યા હતા તેમજ પાંચ જિલ્લામાંથી 806પ હથિયાર પરવાનેદારોનાં હથિયારો જમા લેવામાં આવ્યાં હતાં.

 રાજકોટ રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ(ગ્રામ્ય), સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા સહિત પાંચ જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સહિતના મામલે અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાંચેય જિલ્લામાંથી કુલ 47,ર6પ શખસ સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં હતાં અને 449 શખસને હદપાર, રર8 શખસને પાસામાં ધકેલી દેવામાં આવ્યા હતા અને દારૂના કેસમાં 419પ શખસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ પાંચ જિલ્લામાં ગેરકાયદે ર0 હથિયાર અને આઠ કાર્ટિસ ઝડપી લેવામાં આવ્યા હતા અને રૂ.3.64 કરોડનો દેશી - વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

તદ્ઉપરાંત પાંચ જિલ્લામાં 8080 હથિયાર પરવાનેદારો હોય તેમાથી 806પ હથિયાર જમા લઈ લેવામાં આવ્યાં હતાં અને 39 ફરાર શખસને ઝડપી લઈ જેલમાં ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં ચૂંટણી અનુસંધાને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યંy છે.

પાંચ જીલ્લામાં પકડાયેલ હથિયારો

(1)       સુરેન્દ્રનગર-6

(2)       મોરબી             -8

(3)       રાજકોટ (ગ્રામ્ય)-3

(4)       જામનગર        -ર

(5)       દ્વારકા          -1

(6)       આઠ કાર્ટીસ

સોશિયલ મીડીયામાં વોચ રાખવા અપીલ

સોશિયલ મીડીયામાં પર કોઈપણ પ્રકારની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ, ઓડીયો કે વીડીયો કોઈપણ વ્યકિતના ધ્યાનમાં આવે તો તુરંત જ નજીકના સાયબર સેલ અથવા તો પોલીસ કન્ટ્રોલરુમ ખાતે તાકીદે જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક