• શનિવાર, 13 એપ્રિલ, 2024

સુખપર ગામ પાસેથી રૂ.11 લાખના દારૂ ભરેલા સાથે ટ્રકચાલક ઝડપાયો  

રૂ.26 લાખનો મુદ્દામાલ કબજે : ત્રણ ફરાર

 

હળવદ, તા.ર6 : ધ્રાંગધ્રા હાઈવે પરના સુખપર ગામ પાસેની હોટલના પાર્કીંગમાં દારૂ ભરેલો ટ્રક પડયો હોવાની બાતમીના આધારે એસએમસીના સ્ટાફે દરોડો પાડયો હતો અને ટ્રકની તલાસી લેતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી રૂ.11.04 લાખની કિંમતનો 7440 બોટલ દારૂનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો.

પોલીસે દારૂ-ટ્રક અને મોબાઈલ, રોકડ સહિત રૂ.ર6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એમપી પંથકના અનીલ મગુ મેડા નામના ટ્રકચાલકને ઝડપી લીધો હતો. પોલીસની વધુ તપાસમાં દારૂનો જથ્થો સાજેલીના મહેશ નીનામા, પીટોલનો કૈલાશ રતન ખરાડી અને દારૂ મંગાવનાર બુટલેગર સહિતનાની શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક