• શનિવાર, 13 એપ્રિલ, 2024

મોડાસા પાસેથી રૂ.19 લાખના દારૂ સાથે ડમ્પર ચાલક ઝડપાયો

રૂ.29 લાખનો મુદ્દામાલ કબજે : બે બુટલેગરની શોધખોળ

 

મોડાસા, તા.ર6 : બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા નુસખાઓ અપનાવતા હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો પોલીસમાં નોંધાયો હતો. પોલીસે રૂ.19 લાખના દારૂ ભરેલા ડમ્પર સાથે ચાલકને ઝડપી લીધો હતો. પોલીસે રૂ.ર9 લાખનો મુદ્દામાલ કબજે કરી સપ્લાયર બે બુટલેગરની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મોડાસાની મેઘરજ ચોકડી  બાયપાસ પરની પેલેટ ચોકડી પાસેથી બાતમીના આધારે પોલીસે એક ડમ્પરને ઝડપી લીધું હતું અને ડમ્પરની તલાસી લેતા તેમાંથી રૂ.19.0ર લાખની કિંમતની પ664 બોટલ દારૂનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો.

પોલીસે દારૂ-ડમ્પર, મોબાઇલ સહિત રૂ.ર9.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજસ્થાનના ડમ્પર ચાલક સુખલાલ કમલાશંકર ડાંગીને ઝડપી લીધો હતો. પોલીસની વધુ તપાસમાં સપ્લાયર તરીકે રાજસ્થાનના રામજી કજોરજી ડાંગી અને સુનીલ મોતીલાલ દરજીની સંડોવણી ખૂલતા ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક