• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ધોરાજીમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂ.4 લાખ પડાવનાર બે મહિલા સહિતની ત્રિપુટી ઝડપાઈ

ત્રણ દિવસના રિમાન્ડ પર

ધોરાજી, તા.1 : જમનાવડ રોડ પર વડલીચોકમાં રહેતા અને ખેતીકામ કરતા યુવાનને લગ્ન કરવાના હોય લગ્ન કરાવી આપવાની લાલચ આપી ધોરાજીના કુંભારવાડામાં રહેતી નુરમા ઉર્ફે કારી ઉર્ફે પપુડી ઈકબાલ નામની મહિલાએ ફસાવ્યો હતો અને કેશોદ રહેતી તેની ભત્રીજી સાથે મોબાઈલ નબંર અપાવી દઈ સંપર્ક કરાવ્યો હતો અને બાદમાં ધોરાજીના યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને યુવાનના યુવતી સાથે ફોટા પાડી અને વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કરી રૂ.16 લાખની માગણી કરી હતી.

બાદમાં યુવાન પાસેથી રૂ.4 લાખની રકમ પડાવી લીધી હતી અને વધુ નાણાની ઉઘરાણી કરવામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ધોરાજીની નુરમા ઉર્ફે કારી ઉર્ફે પપુડી ઈકબાલ કુરેશી અને જેતપુરના જાહીદ હમીદ પઠાણ અને યાસ્મીન જાવીદને ઝડપી લીધા હતા. નુરમાં ઉર્ફે કારી અગાઉ રાજકોટમાં હનીટ્રેપમાં પકડાય ચૂકી છે. પોલીસે રોકડ સહિતની મતા કબજે કરવા સહિતના મુદ્દે ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

 

Budget 2024 LIVE