• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ગારિયાધારના લુવારા ગામે સરપંચ અને ઉપ-સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત

સરપંચની વિરુદ્ધમાં આઠ પૈકી 6 સદસ્ય દ્વારા મત અપાયા : પીએચસી સેન્ટરના રૂમનો વિવાદ કારણભૂત

 

ગારિયાધાર, તા.7 : ગારિયાધાર તાલુકાના લુવારા ગામે લાંબા સમયથી પ્રાથમિક શાળા ખાતે બની રહેલા પી એચ સી સેન્ટરના રૂમ બાબતે મારે વિવાદ સર્જાયો હતો જે મામલે સ્કૂલ ખાતે જતા લુવારા ગામના 106 બાળકને એક માસ સુધી સ્કૂલે નહીં મોકલીને તંત્ર સામે આંદોલન કરવામાં આવ્યું હતું જે મામલે ગારિયાધાર અને જિલ્લા કક્ષાના અધિકારીઓની અથાગ મહેનત બાદ આ આંદોલન સમેટાયું હતું જે સમગ્ર મામલે લુવારા ગામના સરપંચ નીતાબેન વિપુલભાઈ કાત્રોડિયા અને ઉપસરપંચ રમેશભાઈ મનુભાઈ કાત્રોડિયા સામે લુવારા ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી.                               

આજે લુવારા ગ્રામ પંચાયત ખાતે બપોરે 1 કલાકે એટીડીઓના અધ્યક્ષ સ્થાને મળેલી વિશ્વાસના મત લેવા માટેની બેઠકમાં સરપંચની વિરુદ્ધમાં આઠ સદસ્ય પૈકી 6 સદસ્યો દ્વારા વિરુદ્ધમાં મત આપતા આ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી જ્યારે એક સદસ્ય ગેરહાજર રહેવા પામ્યો હતો આગામી દિવસોમાં આ સદસ્યો પૈકીના એક સદસ્યની ઉપસરપંચ તરીકે નિમણૂક કરી સરપંચ તરીકે ચાર્જ આપવામાં આવશે.

પાલિકામાં કાયમી ચીફ ઓફિસર હોવા છતાં કાયમ ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો !

ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક હોવા છતાં પણ નગરપાલિકા કચેરી ખાતે કાયમ માટે અધિકારી ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. પાલિકામાં કાયમી અધિકારી તરીકે સંદીપ પટેલની નિમણૂક કરવામાં આવી છે પણ આ અધિકારી ગારિયાધાર નગરપાલિકા ઉપરાંત દામનગર નગરપાલિકાના ઇન્ચાર્જ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે પરંતુ આધિકારી ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે કાયમ માટે ગેરહાજર જોવા મળે છે

ઇ-પેપરના નવા શુલ્ક