જિનીંગ મિલોમાં ઉત્પાદન ઠપ, કપાસનો પુરવઠો સાફ થઇ ગયો
રાજકોટ,
તા.7 (ફૂલછાબ ન્યૂઝ) : ગુજરાતનો જિનીંગ મિલ ઉદ્યોગ ઠપ થઇ ગયો છે. કપાસના નબળા ઉત્પાદનને
પગલે હવે આવક સમાપ્ત થઇ ચૂકી છે. કપાસ નહી મળવાને લીધે જિનીંગ પ્રવૃત્તિ શક્ય રહી નથી.
એ કારણે હવે જિનીંગ ઉદ્યોગમાં બેથી સવા બે મહિનાનું વેકેશન રહેશે. નવો કપાસ આવ્યા પછી
નવરાત્રિ કે દશેરાથી ફરી જિનોના ચકરડાં ચાલુ થશે. વાવેતરની નબળી સ્થિતિ
જોતા
આગામી સીઝન વધુ નીચા ઉત્પાદનવાળી રહેવાની છે.
ગુજરાતભરમાં
જુલાઇ મહિના દરમિયાન ફક્ત 64,700 ગાંસડી બાંધવામાં આવી છે. એ જોતા રોજ માત્ર બે હજાર
ગાંસડી બંધાઇ હતી.
કપાસની
આવક સાથે ઓક્ટોબર મહિનાથી જિનીંગનો આરંભ થતો હોય છે. ત્યારથી જુલાઇ અંત સુધીમાં ગુજરાતની
જિનીંગ મિલોએ 76.19 લાખ ગાંસડી પ્રેસ કરી છે. આગલા વર્ષની 88.30 લાખ ગાંસડી કરતા તેમાં
13 ટકાનું ગાબડું પડયું છે. ગુજરાતમાં અત્યારે માંડ 10-15 જિનોમાં ખૂબ જ ધીમું પ્રેસિંગ
થાય છે.
ગયા
વર્ષમાં ગુજરાતની જિનીંગ મિલોમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના કપાસની મળીને 90.27 લાખ ગાંસડી
બાંધવામાં આવી હતી. આ વખતે સીઝન 76.50 લાખ ગાંસડીએ જ સમેટાઇ ગઇ છે. જિનીંગમાં 15 ટકાનો
કાપ મૂકાઇ ગયો છે. કપાસનું ઉત્પાદન તો નબળું જ રહ્યું છે પણ સામે મહારાષ્ટ્રની આવક
પણ તૂટી જતા જિનીંગ ઉદ્યોગને ફટકો પડયો છે. ગાંસડી ઓછી બંધાઇ એટલે કામકાજના કલાકો ઘટયા
છે. રોજિંદા ખર્ચા યથાવત રહ્યા છે અને ઉત્પાદન પડતર વધી છે. કેટલાકની રોજગારીને પણ
અસર થઇ છે.
2021-22માં
છેલ્લે 74.29 લાખ ગાંસડીનું ન્યૂનતમ ઉત્પાદન થયું હતુ. એ પછી આ વર્ષ નબળું ઠર્યું છે.
જોકે એટલું ખરું કે 20-21-22માં ભારતભરમાં ઉત્પાદન ખાસ્સુ કપાયું હતુ. નિકાસના કામકાજો
પણ હતા એટલે કપાસમાં ખૂબ જ તેજી થઇ હતી. આ વખતે એવી સ્થિતિ નથી. ખેડૂતો પાસેથી સીસીઆઇને
આખા દેશમાંથી 100 લાખ ગાંસડી ટેકાના ભાવથી ખરીદ કરવી પડી હતી. હવે સીસીઆઇ પાસે 26 લાખ
ગાંસડી જેટલો માલ સ્ટોકમાં છે.ખેડૂતો ખાલી થઇ ગયા છે.
ગુજરાતના
માર્કેટ યાર્ડમાં કપાસની આવક પણ ઘટીને ફક્ત પાંચથી છ હજાર મણ થાય છે. કપાસનો ભાવ રૂ.
1400-1670ના સ્તરે છેલ્લાં એક મહિનાથી સ્થિર થઇ ગયો છે. ગાંસડીનો ભાવ પણ ખાંડીએ રૂ.58,000નું
ટોપ બનાવી આવ્યા પછી રૂ. 1000 ઘટી ગયો છે.