ચાર્જશીટ
પછી પણ આરોપી ફરાર હોવાની દલીલો ગ્રાહ્ય
ગોંડલ,
તા.6: ચકચારી રીબડાનાં અમિત ખુંટ આપઘાત પ્રકરણમાં
આરોપી રાજદિપસિંહ જાડેજાએ અત્રેની સેશન્સ કોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી કોર્ટ
દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
પ્રાપ્ય
વિગત મુજબ રિબડાનાં અમિત ખુંટ આપઘાત ઘટનામાં મૃતક અમિતના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇટ
નોટમાં મરવા મજબુર કરવા અંગે રાજદીપસિંહ જાડેજાનું નામ હોયગોંડલ તાલુકા પોલીસમાં રાજદીપસિંહ
સામે ગુનો નોંધાયો હતો.બનાવ બાદ રાજદીપસિંહ ફરાર હોય તેના દ્વારા હાઇકોર્ટમાં કોસીંગ
અરજી કરાઇ હતી. જે હાઇકોર્ટ દ્વારા રદ કરતા રાજદીપસિંહ ગોંડલ સેશન્સ કોર્ટમાં આગોતરા
જામીન માટે અરજી કરી હતી જે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાન આવી છે.
રાજદીપસિંહ
ઘણા સમયથી ફરાર હોય આ કેસનાં અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ મુકાયું હોય જેમાં રાજદીપસિંહને
ફરાર દર્શાવાયા સહિતની સરકારી વકીલ ઘનશ્યામભાઇ ડોબરિયાની દલીલો બાદ કોર્ટ દ્વારા આગોતરા
જામીન રદ કરવામાં આવ્યા છે.